Home Uncategorized સમગ્ર દેશમાં કોરોનાના કેસો મામલે ગુજરાત બીજા નંબરે પહોંચી ગયું : શ્રેય...

સમગ્ર દેશમાં કોરોનાના કેસો મામલે ગુજરાત બીજા નંબરે પહોંચી ગયું : શ્રેય કોને ? સત્તાને કે અધિકારીઓને ?

ફેસ ઓફ નેશન, 21-04-2020 : અધિકારીઓની બેદરકારી કહો કે સરકારની અણઆવડત કહો આજે ગુજરાત સમગ્ર દેશમાં કોરોનાના સૌથી વધુ કેસો સાથે બીજા નંબરે આવી ગયું છે. એક થી પાંચ નંબરમાં માત્ર ભાજપની રૂપાણી સરકાર એક એવી છે કે જે, બીજા નંબરે છે. બાકી પ્રથમ નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં શિવસેનાની સરકાર છે. ત્રીજા નંબરે દિલ્હી છે, જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ચોથા નંબરે રાજસ્થાન છે જ્યાં કોંગ્રેસની સરકાર છે અને પાંચમા નંબરે તમિલનાડુ છે જ્યાં એડીએમકે પાર્ટી છે. વિકાસના બણગા ફૂંકતા હંમેશા સારી કામગીરીના શ્રેય પોતાના માથે ચઢાવવા નીકળી પડતા સત્તાધિશો હવે આ મામલે શ્રેય કોણ લઈ જશે ? સત્તા કે અધિકારીઓ ?
સમગ્ર દેશમાં ગુજરાતે કોરોના મામલે બીજા નંબરનું સ્થાન મેળવી લીધું છે. હવે આની પાછળ મુખ્યમંત્રીની નબળી કામગીરી ગણવી કે અધિકારીઓની બેદરકારી ગણવી તે એક પ્રશ્ન છે. ગાંધીનગરથી માત્ર લોકોને ફોન કરીને ખબર અંતર પૂછી લેવાથી કોરોના ઉપર કાબુ નથી મેળવતો. આજે રાજસ્થાન સરકારે કરેલી કામગીરી સમગ્ર દેશમાં મોડલરૂપ બની છે. આ રાજ્યએ વાતો ઓછી કામ ઝાઝા કર્યા જેનું પરિણામ આજે દેશની સામે છે. રૂપાણી સરકાર કોરોના મામલે કામગીરીમાં નિષ્ફ્ળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે.
વધતા જતા કોરોનાના કેસોને કાબુમાં લેવા ગુજરાત નિષ્ફ્ળ રહ્યું છે. સમગ્ર દેશમાં આજે મહારાષ્ટ્ર 5218 કેસ સાથે પ્રથમ નંબરે છે. બીજા નંબરે ગુજરાતમાં 2178 કેસ છે. ત્રીજા નંબરે દિલ્હીમાં 2156 કેસ છે. ચોથા નંબરે રાજસ્થાનમાં 1659 કેસ છે. પાંચમા નંબરે તમિલનાડુમાં 1596 કેસ નોંધાયા છે. કોરોનાથી થતા મૃત્યુ મામલે પણ ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે છે. એકબીજા ઉપર આક્ષેપો કરવામાંથી બહાર ન નીકળતી વિજય રૂપાણી સરકાર હવે આ મામલે કોની ઉપર આક્ષેપ કરશે તે પણ એક પ્રશ્ન છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત

અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત