Home Uncategorized અમદાવાદની સ્થિતિ ભયજનક, કોરોના કેસનો આંકડો જાણી ચોંકી જશો

અમદાવાદની સ્થિતિ ભયજનક, કોરોના કેસનો આંકડો જાણી ચોંકી જશો

Face of Nation 05-01-2022: ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 3350 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 વ્યક્તિનું નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ 236 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 50 કેસ પણ સામે આવ્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં 1637 કેસ સામે આવ્યા છે. ગુજરાતના 27 જિલ્લામાં કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 40 હજાર 643 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાક 19 હજાર 523 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10126 લોકોના મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 1637, સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150, રાજકોટ શહેરમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરત ગ્રામ્ય 60, ગાંધીનગર ગ્રામ્ય 59, કચ્છ 48, નવસારી 47, ભરૂચ 39, ભાવનગર શહેર 38, વલસાડ 34, વડોદરા ગ્રામ્ય 31, ગાંધીનગર 26, અમદાવાદ ગ્રામ્ય 23, મોરબી 25, જામનગર શબેર 19, રાજકોટ ગ્રામ્ય 18, દ્વારકા 17, મહેસાણા 13, દાહોદ 12. સાબરકાંઠા 10, જુનાગઢ શહેર 8, અમરેલી 7, મહીસાગર 7, અરવલ્લી 6, સુરેન્દ્ર નગર 6, ગીર સોમનાથ 6, બનાસકાંઠામાં 2, તાપી બે, બોટાદ અને જામનગર ગ્રામ્યમાં એક-એક કેસ સામે આવ્યા છે. અમરેલીમાં એકનું મોત થયું છે.

કોરોના સાથેરાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના 34 કેસ સામે આવ્યા છે. આણંદમાં 3, ખેડામાં 4, વડોદરા શહેરમાં 5, સુરત શહેરમાં 3, કચ્છમાં એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયો છે. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 204 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 112 દર્દી ઓમિક્રોનને માત આપી ચુક્યા છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).