Home News વિદ્યાર્થીઓ હવે અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે, ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય

વિદ્યાર્થીઓ હવે અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે, ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય

Face Of Nation, 23-11-2021: આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક ઐતિહાસિક કહી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ મળશે. ગુજરાત યુનિવર્સિટીમાં PGના કોર્ષમાં વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પર પરીક્ષા લેવાશે. જેમાં PGના વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ઓનલાઇન પરીક્ષા આપી શકશે. જ્યારે UGના વિદ્યાર્થીને ઓનલાઇન અને ઓફલાઈન વિકલ્પ આપવામાં આવશે. કોરોના બાદ શિક્ષણની પરિસ્થિતિ બદલાઈ છે જેમાં પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ હોવાનો આ પહેલો નિર્ણય છે.

કોરોના શરુ થયા બાદ શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે, ત્યારે  ગુજરાત યુનિવર્સિટીએ ઐતિહાસિક નિર્ણય લેતા પરીક્ષાની પદ્ધતિ બદલતા GU એ PGના વિદ્યાર્થીઓએ માટે રાહતની જાહેરાત કરી છે. PGના કોર્ષમાં વિદ્યાર્થીઓ માટે ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થી GU એ નક્કી કરેલા ધોરણ મુજબ પરીક્ષા આપી શકશે. તો સારી વાત એ છે કે તુરંત જ તેનું પરિણામ પણ મળશે.

ગમે ત્યાંથી પરીક્ષા આપી શકશે. જેમાં પરીક્ષા માટે કોઈ સમય સ્થાન નક્કી કરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઈન પરીક્ષા જ આપવાની રહેશે. આ સાથે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ તો રહેશે, પરંતુ ઓન ડિમાન્ડનો વિકલ્પ પણ આપવામાં આવશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)