Home Gujarat દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે; આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો...

દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે; આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી, 105 તાલુકામાં વરસાદ!

Face Of Nation 24-06-2022 : ગુજરાતમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જ્યારે કેટલાક તાલુકાઓ હજી કોરાધાકોર છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 105 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે.
અમદાવાદીઓ બફારાથી તોબા પોકારી ઉઠ્યા
અમદાવાદમાં હજુ આગામી 27મી જૂન સુધી અમદાવાદને માત્ર સાધારણ ઝાપટાંથી જ સંતોષ માનવો પડી શકે છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં અમદાવાદ શહેરમાં માત્ર 0.55 ઈંચ સાથે મોસમનો 1.76 ટકા જ્યારે અમદાવાદ જિલ્લામાં 1.14 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 1.28 ટકા વરસાદ નોંધાયો છે.જેની સરખામણીએ ગત વર્ષે 23મી જૂન સુધી અમદાવાદ શહેરમાં પાંચ ઈંચ સાથે મોસમનો 16 ટકા જ્યારે અમદાવાદ જિલ્લામાં 3.54 ઈંચ સાથે મોસમનો 13 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 25મી અને 26મી જૂને ગરમી વધે અને તાપમાન ફરી 42 ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે.
24 કલાકમાં રાજ્યના 105 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 105 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ, ક્વાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ, બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ, નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ, વડિયામાં 1 ઈંચ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).