Home Gujarat આગાહી : અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા અને દાહોદમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની...

આગાહી : અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા અને દાહોદમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની સંભાવના, અમદાવાદમાં ધોધમાર વરસાદ!

Face Of Nation 19-07-2022 : ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. બીજી બાજુ સુકાભઠ્ઠ રહેતા કચ્છમાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદ થયો છે. જેના પરિણામે પીવાના પાણની ઘાત ટળી છે અને ખેડૂતોને સિંચાઈ માટેના પાણી તંગી પણ દૂર થઈ છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 19.51 ઈંચ સાથે સિઝનનો 58.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમીધારે છાંટા પડી રહ્યાં છે. વરસાદી વાતાવરણને કારણે આકાશમા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. તો બીજીતરફ હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાના સંકેતો પણ હવામાન વિભાગે આપ્યાં છે. સવારથી અમદાવાદમાં સરખેજ, સનાથલ, નવાપુરા, બાકરોલ વિસલપુર અને કાસિન્દ્રા સહિત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
છેલ્લા 24 કલાકમા 137 તાલુકાઓમાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં બોડેલીમાં સાડા ચાર ઈંચ, વાઘોડીયામાં ત્રણ ઈંચ, વડોદરામાં બે ઈંચ, સંખેડામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તિલકવાડા, પાદરા અને કપરાડામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સિવાયના તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આમ તમામ 33 જિલ્લાઓના 137 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી.
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે
ગુજરાતમાં એક-બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. અમુક જગ્યાઓ પર હળવો વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બન્યો રહેશે. આ દરમિયાન અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).