Home Gujarat 6 જિલ્લામાં “રેડ એલર્ટ”, દરિયામાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં “ઓરેન્જ...

6 જિલ્લામાં “રેડ એલર્ટ”, દરિયામાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં “ઓરેન્જ એલર્ટ” : 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા!

Face Of Nation 22-07-2022 : ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ ફરીવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. પાકિસ્તાન તરફના દરિયામાં લો પ્રેશર એક્ટિવ થયું છે.જે આગામી 24 કલાકમાં ગુજરાત પહોંચી શકે છે. આ લો પ્રેશરના કારણે અમદાવાદ સહિત રાજ્યમાં 23થી 27 જુલાઇ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં લૉ-પ્રેશરની અસર શુક્રવાર રાતથી જ વર્તાવાની શરૂ થઈ જશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે તેમજ અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના
હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ- બનાસકાંઠા- પાટણ- મહેસાણા- ગાંધીનગર -અરવલ્લી – સુરેન્દ્રનગર – મોરબીમાં ઓરેન્જ જ્યારે જામનગર – રાજકોટ – બોટાદ -અમદાવાદ- ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે.કચ્છમાં શનિવારે રેડ,બનાસકાંઠા-પાટણ – મહેસાણા – મોરબી – જામનગર – સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ જ્યારે રાજકોટ-બોટાદ – પોરબંદર – અમદાવાદ-ખેડા-ગાંધીનગર-સાબરકાંઠા-અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે અને રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની વકી
લૉ પ્રેશરની અસરથી આગામી ચાર દિવસો દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.લૉ-પ્રેશરની અસરથી શુક્રવારે મોડી રાતથી અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ શરૂ થશે, તેમજ શનિવાર-રવિવારે મધ્યમથી ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).