Face Of Nation 23-07-2022 : ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાવાના હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે. આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શનિ અને રવિવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે
આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આજે કચ્છ અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે.
દરિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે, આથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 50 જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).