Home Politics 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે, શું ગુજરાતમાં...

2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે, શું ગુજરાતમાં કોંગ્રેસમાં જોડાશે બે મોટા નેતા??

Face Of Nation, 19-09-2021: ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. સત્તા પાર્ટી દ્વારા પહેલાથી નેતૃત્વમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. સાથેજ મંત્રીમંડળ પણ બદલી કાઢવામાં આવ્યું. ત્યારે ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ આ વખતે સક્રિય જોવા મળી રહી છે. કારણકે કોંગ્રેસ દ્વારા પણ પૂરજોશમાં અત્યારથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે તે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કનૈયા કુમાર તેમજ ગુજરાત અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ મહિનાના અંતમાં એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જેથી કોંગ્રેસને આ બંને નેતાથી ઘણો ફાયદો થઈ શકે છે.

પંજાબમાં કોંગ્રેસમાં હાલ જે ઉથલ પાથલ ચાલી રહી છે. તે થોડાક દિવસમાં સમાપ્ત થયા બાદ 28 સપ્ટેમ્બરના રોજ શહિદ ભગતસિંહના જન્મ દિવસે બંને નેકા કોંગ્રેસનો હાથ પકડશે. સમગ્ર મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ બંને યુવા નેતાઓ અને કોંગ્રેસના નેતૃત્વ વચ્ચે મધ્યસ્થી બન્યા છે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે.

ઉલ્લેખનીય થે કે કનૈયા કુમારની પહેલા દેશવીરોઘી નારેબાજી કરવા મામલે ધરપકડ થઈ હતી. ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. સાથેજ તેઓ ગત લોકસભા ચૂટણીમાં બિહારના બેગૂસરાયથી મંત્રી ગિરિરાજ સિહ સામે ઉભા રહ્યા હતા જોકે તેઓ હારી ગયા હતા. તો બજી તરફ જીગ્નેશ મેવાણી પણ દલિત સમાજ છે. સાથેજ તેઓ વડગામ વિધાનસભમાં અપક્ષના ધારાસભ્ય પણ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)