Face Of Nation, 15-10-2021: ગુજરાતના અમદાવાદ શહેરના શિવરંજની BRTS રૂટમાં મોડી રાતે કારને અકસ્માત નડ્યો છે. વાહનચાલકે સંતુલન ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. કોરિડોરમાં ગાડી સ્પીડમાં હંકારતા બીઆરટીસએસની રેલિંગ તૂટી ગઈ છે. નવરાત્રીમાંથી પરત ફરતા સમયે અકસ્માત થયો હોવાની શક્યતા છે. કોરિડોરને વ્યાપક પ્રમાણમાં નુકશાનના પગલે કારચાલક ઓવરસ્પીડમાં હોવાની પુરી શક્યતાઓ છે. આઇ20 કારને નડેલા ગમખ્વાર અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)