Face Of Nation, 21-08-2021:અમદાવાદના મોટેરા વિસ્તારમાં બોગસ કોલ સેન્ટર ઝડપાયું હતુ. માત્ર 2 આરોપી પકડતા આરોપીઓની નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી. માત્ર બેથી ચાર આરોપીઓ કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી કરતા હતા. સાળા બનેવીની જોડીએ સંખ્યાબંધ અમેરિકન નાગરિકોને ચુનો ચોપડ્યો છે.
આરોપીઓ લોન કંપનીના કર્મચારી હોવાનું કહીને અમેરિકન નાગરિકોને ગિફ્ટ કાર્ડની લાલચ આપતા હતા. આ ગિફ્ટ કાર્ડના બદલામાં રોકડેથી વ્યવહાર કરવાનું કહી લોકો પાસેથી પૈસા પડાવતા હતા. ગૌરાંગ રાઠોડ અને અમનદીપ ભાટિયા નામના બંને આરોપીઓ છ મહિનાથી ઘરમાં જ કોલ સેન્ટર ચલાવતા હતા.
આરોપીએ ઘણા સમયથી પ્રવૃત્તિ બન્ધ કરી દીધી હતી. જો કે ફરી નાણાકીય અછત વર્તાતા કોલ સેન્ટર શરૂ કર્યું હતુ. પોલીસનું કહેવું છે કે આરોપીઓમાં પોલીસનો ડર હોવાથી ઓફિસ ભાડે રાખવાના બદલે પોતાના જ ઘરમાં આ કૌભાંડ ચલાવે છે. સાથો સાથ સબંધીઓ કે પોતાના જ અંગત મિત્રોને સાથે રાખી બોગસ કોલ્સ સેન્ટર ચલાવે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)