Face Of Nation, 15-09-2021: ગુજરાતના અમદાવાદ શહેરમાં સપ્ટેમ્બર મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. તા. ૧૩ સપ્ટેમ્બર સુધીમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં તા. ૧૩ સપ્ટેમ્બર સુધીમાં ઝાડા-ઉલટીના ૯૮, કમળાના ૭૩ અને ટાઈફોઈડના ૧૧૫ કેસ નોંધાયા છે.
જ્યારે સાદા મેલેરિયાના ૮૭, ઝેરી મેલેરિયાના ૦૯, ડેન્ગ્યૂના ૧૭૯ અને ચીકનગુનિયાના ૯૧ કેસ નોંધાયા છે. ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસ ૪૩૨ની સરખામણીએ બમણા વધીને ૮૭૫ અને ચીકનગુનિયાના કેસ ૧૯૬થી અઢી ગણા વધીને ૫૦૦ થયા છે.
આગામી દિવસોમાં ઝાડા-ઉલટી, ટાઈફોઈડ, કમળાના કેસોમાં વધારો થવાની શક્યતા હોવાનું માનવામાં આવે છે. છસ્ઝ્ર તંત્ર દ્વારા સાવચેતીરૃપે પગલાં લેવામાં નહીં આવે તો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે.
શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને તેના પગલે મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)