Home News ‘ચલો ભાઈ, વેક્સીન… વેક્સીન….બૂમો પાડીને અવેરનેસ લાવનાર યુવકનું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા...

‘ચલો ભાઈ, વેક્સીન… વેક્સીન….બૂમો પાડીને અવેરનેસ લાવનાર યુવકનું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયું સન્માન

Face Of Nation, 24-09-2021:  કોરોના સામે જંગ જીતવા માટે વેક્સીન જ એકમાત્ર અક્સીર ઈલાજ છે. પરંતુ લોકો હજી પણ વેક્સીન લેવા જાગૃત થયા નથી. ત્યારે એક અમદાવાદી યુવકે વેક્સીનેશન માટે કરેલી પહેલ રંગ લાવી છે. લોકોને રસ્તા પર વેક્સીન લેવા માટે બૂમો પાડનાર અમદાવાદી યુવકનું અમદાવાદ  કોર્પોરેશન દ્વારા સન્માન કરાયુ છે.

17 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં AMC નો એક કર્ચમારી વેક્સીન લેવા લોકોને અપીલ કરી રહ્યો હતો. આ કર્મચારીની અપીલ એટલી સચોટ હતી કે, તેના આ અનોખા અંદાજનો વીડિયો જોતજોતામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયો બાદ લોકોએ આ કર્મચારીના વખાણ કર્યા હતા. વેક્સીન લેવા રસ્તા વચ્ચે બૂમો પાડનાર જગદીશ શાહ પાલડી વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી છે. જેમણે 18 સપ્ટેમ્બરના રોજ વેક્સીન લેવા માટે રસ્તા પર બૂમો પાડી હતી. ત્યારે અમદાવાદના મ્યુનિસિપલ  કમિશનર દ્વારા જગદીશ શાહનું આ પ્રશંસનીય કામગીરી માટે સન્માન કરાયુ છે. ‘ચલો ભાઈ, વેક્સીન…. વેક્સીન…. કોરોના વેક્સીન… પહેલો ડોઝ… બીજો ડોઝ… જીવ બચવાની વેક્સીન…’ આ શબ્દો શાહે જગદીશ શાહે અમદાવાદના રસ્તાઓ પર બૂમો પાડી હતી. જેની નોંધ અનેક નાગિરકોએ લીધી હતી. લોકોએ જગદીશ શાહના આ અંદાજના વખાણ કર્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)