Home News AMCની આર્થિક સ્થિતિ ડામાડોળ, છત્તા કોર્પોરેટરોને 75 હજારનું લેપટોપ અને 15 હજારનું...

AMCની આર્થિક સ્થિતિ ડામાડોળ, છત્તા કોર્પોરેટરોને 75 હજારનું લેપટોપ અને 15 હજારનું પ્રિન્ટર આપશે

Face of Nation 06-01-2022:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રોડ રસ્તા બનાવવા અને કોન્ટ્રાક્ટરોને ચૂકવવા માટે પૈસા નથી જેના લીધે કરોડા બીલ પેન્ડીંગ પડ્યા છે. ત્યારે  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરેક ટેબલે કોમ્પ્યુટર હોવા છતાં 192 કાઉન્સિલરો તથા મ્યુનિ.કમીશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ લેપટોપ આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ ડામાડોળ છે, નાના મોટા ખર્ચા પર કાપ મુકાઈ રહ્યો છે. શાસકોએ તો અધિકારીઓની ખરીદી સત્તા પર કાપ મુકી દીધો હતો, ત્યારે હવે અધધધ રૂ. 2 કરોડ જેટલો ખર્ચ કરી તમામ કોર્પોરેટરો માટે લેપટોપ અને પ્રિંટરની ખરીદી કરવામાં આવશે. જેમાં 75 હજારની કિંમતનું લેપટોપ અને 15000 નું પ્રિન્ટર પણ આપવામાં આવશે. હર હમેશાં વિરોધ કરનાર કોંગ્રેસે પણ લેપટોપ લેવા માટે સમર્થન કર્યું હતું.

ત્યારે અહીં મહત્વની વાત એ છે કે કેટલાક કાઉન્સિલર ધોરણ 10 અને 12 પાસ પણ નથી. આવા પ્રતિનિધિઓ લેપટોપનો કેવી રીતે ઉપયોગ કરશે. પ્રજાના પૈસાથી મળતા લેપટોપ લેવા તમામ કાઉન્સિલરો તૈયાર થઇ ગયા છે. એએમસી સ્ટેન્ડિગ કમિટીમાં લેપટોપ ખરીદીની દરખાસ્ત મંજુર કરાઇ છે.

હાઇકોર્ટ સમક્ષ એએમસી લૂલો બચાવ કરતા કહ્યું હતુ કે આર્થિક સ્થિત નબળી છે. જો એએમસીની આર્થિક સ્થિતી નબળી હોય તો, કાઉન્સિલરો અને અધિકારીઓના જલસા માટે નાણાં ક્યાંથી આવ્યા ? એક તરફ એએમસી પાસે રોડ રસ્તા બનાવવા અને કોન્ટ્રાક્ટરોને ચૂકવવા માટે પૈસા નથી. ત્યારે કોર્પોરેશનની ‘ખાલી તિજોરી’ માંથી લેપટોપ અને પ્રિન્ટરની ખરીદી કરશે. ગત ટર્મ 2015માં પણ લેપટોપ પાછળ ધુમાડો કરાયો હતો. કોરોનામાં ઓનલાઇન સામાન્ય સભામાં કાઉન્સિલરોએ મોબાઇલનો ઉપયોગ કર્યો હતો. ગત ટર્મમાં ઘરના ઉપયોગ માટે આપી દીધા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).