Home News ભૂપેન્દ્ર પટેલની સરકારનો ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય, વીજ ટ્રાન્સમિશનની નવી નીતિ જાહેર

ભૂપેન્દ્ર પટેલની સરકારનો ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય, વીજ ટ્રાન્સમિશનની નવી નીતિ જાહેર

Face of Nation 03-01-2022: નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો/ જમીનધારકોને નૂકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ રાજ્ય સરકારના ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવી છે.

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય તા.૩૦/૧૨/૨૦૨૧ના ઠરાવથી કર્યો છે.

ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે, Row Corridor (ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇ)ના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના ૭.૫% બદલે બમણુ એટલે કે,૧૫% લેખે ચૂકવણું કરાશે. ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.૧૨.૦૧.૨૦૨૧ ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જેથી ખેડૂતોને નુકશાનના પ્રમાણમાં વળતર મળી રહેશે.

ઊર્જા મંત્રીએ વધુમાં કહ્યું કે, જમીનના મૂલ્યના મૂલ્યાંકન માટે, જે-તે સમયના અને સ્થળના, સરકારના પ્રવર્તમાન, ઓન લાઇન જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ ૧૦% વધારો ગણીને, વળતરની ગણતરી આખરી કરવાની રહેશે.

આ જોગવાઇઓ નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના કામ માટે લાગુ પડશે.આ સુધારાને કારણે ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામમાં ઝડપ આવશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).