Home News ગુજરાતમાં નવરાત્રિની મંજૂરી તો મળી પણ… કરવું પડશે આ નિયમોનું પાલન

ગુજરાતમાં નવરાત્રિની મંજૂરી તો મળી પણ… કરવું પડશે આ નિયમોનું પાલન

Face Of Nation, 25-09-2021: ગુજરાતના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા.રપ/9/ર0ર1ના રાત્રિના 1ર કલાકથી તા.10/10/ર0ર1 સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આ નિર્ણયની જાહેરાત કરી છે.

આ સાથે જ ગુજરાતભરમાં નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે.અત્યારે ગુજરાતમાં રાત્રિ કરફયુની સમય મર્યાદા રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીની છે. તેમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નવરાત્રિ પર્વની ઉજવણી માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂણમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જો કે આમા મહત્વની બાબત એ છે કે ભલે સરકારે શેરી ગરબા માટે છૂટ આપી હોય પરંતુ તેમાં ગાઇડલાઇન એવી છે કે ગરબા રમવા માટે વ્યક્તિએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા જરૂરી છે. એટલે કે જે વ્યક્તિએ કોરોના વેક્સિનનો એક ડોઝ લીધો હશે અથવા તો ડોઝ નહીં લીધો હોય તેઓ શેરી ગરબામાં હાજર નહી રહી શકે. સરકારની ગાઇડલાઇન મુજબ આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે ફરજિયાત રહેશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)