Home Crime 3 વાહનોની ટક્કરથી વચ્ચે આવેલી રીક્ષાનો કુચડો, રીક્ષામાં બેઠેલા 4 લોકો સળગી...

3 વાહનોની ટક્કરથી વચ્ચે આવેલી રીક્ષાનો કુચડો, રીક્ષામાં બેઠેલા 4 લોકો સળગી જતા મોત નિપજ્યા

Face Of Nation, 08-10-2021: ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ચાર વાહનોના એકબીજાના ટકરાવથી ત્રણ વાહનોમાં આગ લાગી હતી. અકસ્માત બાદ આગ લાગતા રીક્ષામાં બેઠેલા 4 લોકો સળગી જતા મોત નિપજ્યા છે.

ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર બે ટ્રેલર, એક ઇકો ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે આવેલી રિક્ષાનો કુચ્ચો વળી ગયો હતો. અકસ્માત થતાં ત્રણે વાહનોમાં આગ લાગી ગઈ હતી. પરંતુ આ આગ એક રીક્ષા સુધી પહોંચી હતી.

બે ટ્રકની ટક્કરમાં વચ્ચે આવેલી રીક્ષા કૂચડો વળી ગયો હતો. જેથી તેમાં સવાર ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, તો બીજી તરફ વિચિત્ર અકસ્માતને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડીસા પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિત વહીવટી તંત્ર ઘટનાસ્થળે ખડકાયુ હતું. પોલીસે ટ્રાફિકને દૂર કરીને હાઈવે ક્લિયર કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)