Home Politics ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીને લઈ ભાજપનો ભવ્ય રોડ શો,20 કિ.મી લાંબા રોડમાં CM...

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીને લઈ ભાજપનો ભવ્ય રોડ શો,20 કિ.મી લાંબા રોડમાં CM ભુપેન્દ્ર પટેલ અને CR પાટીલ જોડાયા

Face Of Nation, 01-10-2021: ગાંધીનગર કોર્પોરેશન હસ્તગત કરવાં ત્રિપાંખીયો જંગ ખેલવવા જઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે આજે ભાજપનો પણ ભવ્ય રોડ શો થોડી વારમાં શરૂ થવાનો છે. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા 20 કિલોમીટર લાંબો રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવનાર છે.

ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણી પ્રચારના અંતિમ દિને આજે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજીને ગાંધીનગરની જનતાનો મત મેળવવા મરણિયા પ્રયાસો શરૂ કરી દેવાયા છે. તાજેતરમાં દિવસો અગાઉ આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા દ્વારા પેથાપુરમાં રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભાજપે પણ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો 20 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે 11 વોર્ડમાં ભાજપના ઉમેદવારો દ્વારા રેલી કાઢવામાં આવી છે અને થોડી વાર પછી તમામ વોર્ડની રેલી પેથાપુર ભેગી મહારાણા પ્રતાપ સર્કલ ભેગી થશે. જ્યાંથી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના રોડ શોમાં જોડાઈ જશે.

20 કિલોમીટર લાંબા રોડશોનો પ્રારંભ પેથાપુર મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ થશે અને ત્યાંથી મોટા ઘ-6, નાના ગ-6, ખ-5 સર્કલ કડી વિદ્યાલય, ઘ – 5 બસ સ્ટેન્ડ, ઘ – 3 પથીકાશ્રમ સર્કલ થઈ સેકટર 3/એ હાઈટેક હોસ્પિટલ, ગ – 1, સાર્થક મોલથી સરગાસણ ચોકડી પસાર કરી રિલાયન્સ ચાર રસ્તા થઈ કુડાસણ સરદાર પટેલની પ્રતિમાએ પૂર્ણ થવાની છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)