Face of Nation 29-12-2021: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની આપની માંગ સાથે સાત દિવસથી આમરણાંત ઉપવાસ કરનાર મહેશ સવાણીની ગઈકાલે તબિયત લથડી હતી. જેના બાદ તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે એસવીપી હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઋષિભારતી બાપુ સહિતના સંતોએ આજે તેમને પારણા કરાવ્યા. તેના બાદ પ્રદેશ કાર્યાલય ખાતે આપના કાર્યકરો, નેતાઓએ મહેશ સવાણીએ કન્યાદાન કરાવેલ યુવતીના હસ્તેથી તેમને પારણા કરાવ્યા હતા. આંદોલનના નેતા યુવરાજ જાડેજા અને દિકરીઓએ મહેશ સવાણી અને ગુલાબસિહ યાદવના પારણા કરાવ્યા હતા.
હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી કાર્યવાહી કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા. અંતર્ગત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી ઉપવાસ પર હતા. સવાણીની તબિયત લથડતા તેમને હૉસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા. ઉપસાવના આઠમા દિવસે મહેશ સવાણીએ પારણા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની માંગ સાથે આમ આદમી પાર્ટી આંદોલન પર ઉતરી છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પત્રકાર પરિષદ સંબોધીને કહ્યુ હતું કે, સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ આટલા સમયમાં અસીતવોરાનું રાજીનામુ લેવામાં આવે. ત્યાર બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરશે. રોડ પર આવવું પડે તો પણ આવીશું પરંતુ વિદ્યાર્થીઓનાં હિતમાં લડીશું. 13 જાન્યુઆરીએ આયોજીત થનારી પરીક્ષા અંગે પણ સરકારનું અને ગૃહરાજ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત વોરાનું રાજીનામું નહી આવે પછી સિગ્નેચર અભિયાન ચલાવીશું. અસિતવોરા પદ પર રહેશે ત્યાં સુધી 100થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).