Home Uncategorized તરછોડાયેલા શિવાંશ કેસમાં ક્રિમિનલ વળાંક, સચિને કરી હતી હીનાની હત્યા

તરછોડાયેલા શિવાંશ કેસમાં ક્રિમિનલ વળાંક, સચિને કરી હતી હીનાની હત્યા

Face Of Nation, 10-10-2021:  ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળામાં શુક્રવારે મોડી રાત્રે અજાણ્યા યુવક દ્વારા બાળકને તરછોડી દેવામાં આવ્યો હતો. જેના પિતાની ભાળ મળ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જેમાં બાળકના પિતા સચિન દીક્ષિતે સ્મિતની માતા મહેંદી ઉર્ફે હીનાની ગળું દબાવીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

બાળકને મૂકી ગયો હતો. બાદમાં પોલીસે બાળકના માતા-પિતાની શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે 20 કલાક બાદ બાળકના માતા-પિતાની ભાળ મળતા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.ત્યારબાદ શિવાંશની સગી જનેતા કયાં છે? તેને લઇ સતત પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે

આ અંગે રેન્જ IG અભય ચુડાસમાએ જણાવ્યું કે, બાળકના પિતા સચિનને ઝડપીને ગાંધીનગર ખાતે લવાયો છે. જ્યાં તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, સચિન વડોદરાની કંપનીમાં કામ કરતો હતો અને તેને મહેંદી ઉર્ફે હિના સાથે પ્રેમ હતો. હીના સાથે બોલાચાલી બાદ આવેશમાં આવીને તેણે તેની પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી.

હીના પેથાણી એક શૉ રૂમમાં નોકરી કરતી હતી, જ્યાં સચિન દીક્ષિત સાથે તેને પરિચય થયો હતો. જે આગળ જતાં પ્રેમસબંધમાં પરિણમ્યો હતો. જે બાદ સચિન અને હીના વચ્ચે શરીર સબંધ બંધાયો હતો. સચિન અને હીના બન્ને 2019થી લિવ-ઈનમાં રહેતા હતા. જ્યારે સચિને બે મહિના પહેલા જ વડોદરામાં નોકરી મેળવી હતી. આથી સચિન 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગરમાં રહેતો હતો.

મહેંદી ઉર્ફે હીના પેથાણી મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોની વતની છે. હીનાની માતા હયાત નથી, જ્યારે તેના પિતાએ બીજા લગ્ન કર્યાં છે. સચિને વડોદરાના બાપોદ સ્થિત ફ્લેટમાં જ હીનાની હત્યા કરી હતી. જે બાદ હીનાની લાશને બેગમાં પેક કરીને રસોડામાં મૂકીને હત્યારો સચિન ફરાર થઈ ગયો હતો. હવે હીનાની હત્યાની ફરિયાદ વડોદરામાં જ નોંધાશે (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)