Home News આજથી થઈ શકશે સિંહ દર્શન, વેકેશન બાદ નેચર સફારી પાર્ક માટે ખુલ્લુ

આજથી થઈ શકશે સિંહ દર્શન, વેકેશન બાદ નેચર સફારી પાર્ક માટે ખુલ્લુ

Face Of Nation, 16-10-2021:આજથી સાસણ ગીર જંગલ અને ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. ચોમાસાની સીઝનમાં ચાર માસના વેકેશન બાદ આજથી ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પ્રવાસીઓ ઓનલાઇન વેબ સાઇટ પર પરમીટ બુક કરાવી ગીર અને ગિરનાર અભયારણ્યમાં સિંહ દર્શન કરી શકશે.

ચોમાસાની સિઝન અને સિંહ સહિતના પ્રાણીઓના સંવનનકાળના લીધે પ્રાણીઓને ખલેલ ન પહોંચે અને ચોમાસામાં જંગલના રસ્તા જઈ શકાય તેવા હોતા નથી. આથી સાસણ ગીર અભયારણ્ય ૧૫ જૂનથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. ચોમાસુ પૂર્ણ થતા ગીર અભયારણ્ય અને ગિરનાર જંગલમાં નેચર સફારી પાર્ક તેના નિયત રૂટ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વન્ય વિભાગ દ્વારા પ્રવાસી ઓ પ્રવેશી શકે તે માટે ઓનલાઇન ટિકિટનું બુકિંગ પણ શરૃ કરી દીધું છે જેને લઇ પ્રવાસીઓમાં પણ ચાર માસ બાદ ફરીથી સિંહ સદન ખુલ્લુ મુકવામાં આવતા વરસાદ બાદ લીલીછમ વનરાઈઓ અને પ્રાકૃતિક વાતાવરણ તથા એશિયાટીક સિંહો ઉપરાંત સાસણ ખાતે અન્ય વન્ય સૃષ્ટિ ઓનો પણ નજારો જોવા મળશે.

ગીર અભયારણ્ય, સાસણ-ગીર અને નેચર સફારી પાર્ક માટે ઓનલાઇન પરમીટ બુકીંગ વેબસાઇટ પરથી બુક કરી શકાશે. સિંહ દર્શન કરવા જતા પ્રવાસીઓએ સરકારે જાહેર કરેલ કોરોનાની મુજબ માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ સહિતની બાબતનું પાલન કરવાનું રહેશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)