Home News જામનગરના આ જિલ્લામાં આટલા ઈંચ વરસાદ, પૂર જેવી સ્થિતિ

જામનગરના આ જિલ્લામાં આટલા ઈંચ વરસાદ, પૂર જેવી સ્થિતિ

Face Of Nation, 23-09-2021:  ગુજરાતના જામનગર માં ફરી એકવાર પૂર સ્થિતિ ઉદભવવાના એંધાણ છે. જામનગરના જોડિયામાં આજે સવારથી જ વરસાદ  તૂટી પડ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી જોડિયામાં 7.5 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં જોડિયા માં ભારે વરસાદ તૂટી પડ્યો છે.

જામનગર ના જોડિયા તાલુકામાં આજે માત્ર 6 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ધ્રોલ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ફરીથી તોફાની બેટિંગની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. જોડિયા પંથકમા હજી પણ વરસાદનું તોફાની તાંડવ ચાલી રહ્યું છે. રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જો આવો ને આવો વરસાદ વરસતો રહેશે, તો જામનગરમાં ફરી પૂરની સ્થિતિ ઉદભવી શકે છે.

ભારે વરસાદને પગલે જોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અનેક વિસ્તારોમાં પાણીમાં ગરક થયા છે. 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદી વહી રહી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે, જ્યારે સૂર્યા પંથકમાં હજુ વધુ વરસાદ પડે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)