Face Of Nation, 27-10-2021: ગુજરાતના જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમાને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જોકે, બેઠકમાં મીડિયાકર્મીઓને દૂર રાખતા મીડિયાકર્મીઓ ધરણા પર ઉતર્યા છે. જૂનાગઢના તમામ મીડિયાકર્મીઓ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર ઉતર્યા છે. બીજી તરફ લીલી પરિક્રમાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને માત્ર 400 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આમ, આ વર્ષે પ્રતિકાત્મક રીતે પરીક્રમા યોજાશે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે પરીક્રમાને મંજૂરી આપવામાં આવી નહોતી.
આ મુદ્દે આજે બંધ બારણે ભાજપના પદાધિકારીઓ અને સાધુસંતો સાથે બેઠક થઈ હતી. પરંતુ આ બેઠકમાં મીડિયાકર્મીઓને દૂર રાખવામાં આવતાં ધરણા પર ઉતર્યા હતા. મહત્વનું છે કે, પ્રથમવાર આ રીતે મીડિયાને લીલી પરિક્રિમાની બેઠકથી દૂર રખાયું હતું કે જે એક રીતે તો મીડિયાકર્મીઓનું અપમાન જ કહેવાય. પત્રકારો ધરણા પર ઉતરતાં મેયર ધીરુભાઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
દર વર્ષે કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય છે. ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરે છે. ગત વર્ષે જિલ્લા કલેક્ટરે જૂનાગઢની લીલી પરિક્રમા કોરોના રોગચાળાને કારણે બંધ રાખવાનો આદેશ કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)