Face Of Nation, 25-09-2021: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે. જેની સામે 12 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5,05,671 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,93,80,142 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં સુરતમાં 6, વડોદરામાં 3, રાજકોટમાં 3, નવસારીમાં 2, જામનગર, વલસાડમાં 1-1 સહિત કુલ 16 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ સુરતમાં 3, અમદાવાદમાં 4, વડોદરામાં 3, કચ્છમાં 2 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર
રાજ્યમાં અત્યારે કુલ 149 એક્ટિવ કેસ છે, જેમાં 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 146 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815599 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દેશની વાત કરવામાં આવે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના વવા 29,616 કેસ નોંધાયા છે. જેની સામે 28,045 લોકો સાજા થયા છે. આ સમયગાળા દરમિયાન 290 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યાંક 4,46,658 થયો છે. હાલ દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ 1.3% છે. જ્યારે સાજા થવાનો દર 97.8% છે. દેશમાં હાલ કોરોનાના 3,01,442 એક્ટિવ કેસ છે. આ સાથે જ દેશમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 3,36,24,419 થઈ છે. જ્યારે 3,28,76,319 લોકો અત્યારસુધી સાજા થયા છે. દેશમાં અત્યારસુધી કોરોના સામે લડવા માટે 84 કરોડ 89 લાખ 61 હજાર 160 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામનીjoinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)