Face Of Nation, 08-10-2021: સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવે સેન્ચ્યુરી ફટકારી છે. ગુજરાતના તમામ મહાનગરો, તાલુકા મથકો પર પણ પેટ્રોલ ડીઝલ ના ભાવમાં વધારો ઝીંકયો છે. અસહ્ય ભાવ વધારાના પગલે મધ્યમ વર્ગના લોકોનું મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે. ગુજરાતના દરેક જિલ્લા, તાલુકામાં ભાવ વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધાતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલ માં 38 પૈસાનો વધારો થયો છે. ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલ રૂ.100ને પાર પહોંચી ગયો છે.
ગુજરાતના છેવાડાના તાલુકાના પગલે ટ્રાન્સપોર્ટેશનમાં વધારાના પગલે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ભાવ લેવાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતના કયા શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ કેટલા રૂપિયા પર પહોંચ્યો છે તેના પર એક નજર કરીએ. અમદાવાદમાં ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 29 પૈસા, ડીઝલમાં 38 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 100.33 રૂપિયા પર પહોંચ્યો છે. તો અમદાવાદમાં ડીઝલના ભાવ 99.28 રૂપિયા થયા છે.
અમદાવાદમાં પેટ્રોલના 100.29, ડીઝલના 99.24 રૂપિયા ભાવ
ભાવનગરમાં પેટ્રોલના 100.02, ડીઝલના 100.96 રૂપિયા ભાવ
અમરેલીમાં પેટ્રોલના 101.11, ડીઝલના 100.08 રૂપિયા ભાવ
દાહોદમાં પેટ્રોલના 101.47, ડીઝલના 100.41 રૂપિયા ભાવ
સુરેન્દ્રનગરમાં પેટ્રોલના 101.36, ડીઝલના 100.31 રૂપિયા ભાવ
ગાંધીનગરમાં પેટ્રોલના 100.51, ડીઝલના 99.46 રૂપિયા ભાવ
સુરતમાં પેટ્રોલના 100.16, ડીઝલના 99.14 રૂપિયા ભાવ
રાજકોટમાં પેટ્રોલના 100.12, ડીઝલના 99.06 રૂપિયા ભાવ
જામનગરમાં પેટ્રોલના 100.22, ડીઝલના 99.18 રૂપિયા ભાવ
જૂનાગઢમાં પેટ્રોલના 100.96, ડીઝલના 99.93 રૂપિયા ભાવ
છોટાઉદેપુરમાં પેટ્રોલના 101.42, ડીઝલના 100.31 રૂપિયા
તાપી જિલ્લામાં પેટ્રોલના 100.82 અને ડીઝલનો ભાવ 99.79 રૂપિયા
ઊનામાં પેટ્રોલના 102.17 અને ડીઝલના 101.13 રૂપિયા ભાવ
વલસાડમાં પેટ્રોલના 100.74 અને ડીઝલના 99.71 રૂપિયા ભાવ
પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ 100 ને પાર પહોંચ્યા છે. સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે લોકોના બજેટ પર ભારણ પડી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, એક તરફ અમારી આવક ઘટી છે અને ભાવ વધારો થઈ રહ્યો છે. જેથી અમે વાહનોનો ઉપયોગ ટાળી રહ્યા છે. સાથે જ બજેટ મેનેજ કરવામાં તકલીફ પડી રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)