Home Crime પાટણમાં હિટ એન્ડ રન કેસ: પૂરપાટ ઝડપે જઈ રહેલી જીપ ઝૂંપડપટ્ટીમાં...

પાટણમાં હિટ એન્ડ રન કેસ: પૂરપાટ ઝડપે જઈ રહેલી જીપ ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઇ, કપડાં ધોઈ રહેલી યુવતી અને ખાટલામાં સૂતેલા વૃદ્ધનાં મોત

Face Of Nation, 14-10-2021: પાટણ શહેરમાં હિટ એન્ડ રન ની ચોંકાવનારી ઘટના બની છે. શહેરના જીમખાનાથી અનાવાડા રોડ પર પૂરઝડપે આવી રહેલી જીપે બે લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યાં છે. ધમસમતી આવતી એક ખુલ્લી જીપ ઝૂપડપટ્ટીમાં ધસી ગઈ હતી. જેમાં જીપે પહેલા કપડાં ધોતી યુવતીને કચડી, પછી ખાટલામાં સૂતેલા વૃદ્ધને કચડ્યા હતા. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પાટણ શહેરના અનાવાડા રોડ પર આજે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે.

શહેરના અનાવાડા રોડ પર આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતો એક પરિવાર તેનો ભોગ બન્યો છે. આજે સવારે પરિવારના કેટલાક સદસ્યો ઘરની બહાર બેસ્યા હતા. તે દરમ્યાન અનાવાડા રોડ પરથી અચાનક પૂરઝડપે ખુલ્લી જીપ આવી ચઢી હતી. જીપના ચાલકે ગફલત ભરી રીતે જીપ હંકારીને તેને ઝૂપડપટ્ટી વિસ્તારના એક રહેણાંક મકાનમાં ઘુસાવી હતી. આ સમયે ઘરની બહાર બેઠેલ પરિવારના બે સભ્યોને જીપે અડફેટે લીધી હતી. જીપની ટક્કરથી કપડા ધોતી યુવતી ઘવાઈ હતી, તો સાથે જ ઘરની બહાર ખાટલા પર સૂતા વૃદ્ધ પણ અડફેટે આવ્યા હતા.

બંને જીપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ જતા ઇજાગ્રસ્ત બે વ્યક્તિને તાત્કાલિક પાટણ સિવિલ અને ત્યાર બાદ ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં બંને વ્યક્તિના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)