Face Of Nation, 21-09-2021: બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર ગુન્હાહિત પ્રવૃતિઓમાં દિવસેને દિવસે બદનામ થઈ રહ્યું છે. ત્યારે ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરમાંથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના વિવિધ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં નાની ઉંમરના બાળકોને ડ્રગ્સને રવાડે ચઢાવવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી છે અને શહેરમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક પણ ખૂબ જ સક્રિય બની ગયું છે. ત્યારે આજે ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમાથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.
પોલીસે આ સફળ ઓપરેશનમાં શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોન નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો અને તેના ઘરમાથી જ 338.70 ગ્રામ ગાંજો, 59.760ગ્રામ સ્મેક અને 18.25 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ તમામ જથ્થાની તેની અંદાજિત કિંમત 8 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ તમામ જથ્થા સાથે શુભમકુમર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોનની અટકાયત કરી આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે.
આ જથ્થો કોના પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેની વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં આવેલી મોઢેશ્વરી સોસાયટીમાથી ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવતા સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસને આશા છે કે આ ઘટના બાદ અન્ય લોકો કે જે ડ્રગ્સ નેટવર્કમાં સપડાયેલા છે તે પણ બેનકાબ થશે.
આરોપી શુભમના ઘરેથી મળી આવેલ મુદામાલ
મેફેડ્રોન ડ્રગ્સ (એમડી) નો 18.25 ગ્રામ (કિંમત 1,82,500)
ગાંજો 338.60 ગ્રામ ( કિંમત 3386)
સ્મેક 59.760 ગ્રામ ( કિંમત 5,97,600 )
મોબાઈલ નંગ-3 ( કિંમત 6000)
ડીઝીટલ વજન કાંટો ( કિંમત 650)
સિલ્વર વજન પોકેટ કાંટો (કિંમત 300)
રોકડ રકમ ( 6350 રૂપિયા)
કુલ મુદામાલ 7,96,736 રૂપિયા
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)