Home Uncategorized ગુરમીત રામ રહીમ સિંહને આજીવન કેદ, રણજીત મર્ડર કેસમાં આવ્યો નિર્ણય

ગુરમીત રામ રહીમ સિંહને આજીવન કેદ, રણજીત મર્ડર કેસમાં આવ્યો નિર્ણય

Face Of Nation, 18-10-2021:  રણજીત સિંહ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદા ના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઇની વિશેષ કોર્ટમાં 4 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઇની વિશેષ કોર્ટ એ રણજીત સિંહની હત્યા કેસમાં રામ રહીમ સહિત 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. રામ રહીમ પર 31 લાખનો દંડ અને અન્ય 4 આરોપીઓ પર 50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સેવાદારની હત્યા મામલે રામ રહીમ ઉપરાંત સબદિલ, અવતાર, જસવીર અને કૃષ્ણને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. રણજીત સિંહના પરિવારનું કહેવું છે કે, તેમણે ન્યાય માટે લાંબી લડાઈ લડી છે અને કોર્ટથી ફાંસીની સજાની અપેક્ષા રાખી હતી. જો કે, કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.

તમને જણાવી દઇએ કે, દોષિત ગુરમીત રામ રહીમ સિંહ પહેલાથી જેલમાં સજા ભોગવી રહ્યો છે. 10 જુલાઈ 2002 ના રણજીત સિંહની હત્યા થઈ હતી. આ મામલે ગુરમીત રામ રહીમ સિંહને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. 3 ડિસેમ્બર 2003 ના CBI એ FIR નોંધાવી હતી.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2017 માં CBI કોર્ટે ગુરમીત રામ રહીમ સિંહ સહિત 5 લોકોને દોતિષ જાહેર કર્યા હતા. જણાવી દઇએ કે, રણજીત સિંહની હત્યાના કેસમાં ગુરમીત રામ રહીમ સિંહ ઉપરાંત કૃષ્ણ લાલ, અવતાર, સબદિલ અને જસબીરને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.

ગુરમીત રામ રહીમ સિંહ સહિત 5 આરોપીઓને સજાની જાહેરાતને કારણે પંચકૂલામાં જાન અને માલનું નુકાસન, કોઈપણ પ્રકારના તણાવ પેદા કરનાર, શાંતિ ભંગ કરવા અને રમખાણોની આશંકાઓને જોતા કલમ 144 લાગૂ કરવામાં આવી હતી. જેના અંતર્ગત પંચકૂલા ડિસ્ટ્રિક્ટ કોર્ટની સાથે સેક્ટર 1, 2, 5, 6 અને આસપાસના વિસ્તારોમાં પડતા નેશનલ હાઈવે પર કોઈપણ શખ્સ તલવાર લાકડી, ડંડો, લોખંડનો સળિયો, ભાલો, છરી કે અન્ય હથિયાર સાથે કોઈપણ વ્યક્તિની અવરજવર પર સખત પ્રતિબંધ છે. ડીસીપી મોહિત હાંડાએ આ આદેશ જારી કર્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)