Home Politics ઉત્તરાખંડનાં નવા રાજ્યપાલ તરીકે જનરલ ગુરમીત સિંહે લીધી શપથ

ઉત્તરાખંડનાં નવા રાજ્યપાલ તરીકે જનરલ ગુરમીત સિંહે લીધી શપથ

Face Of Nation, 15-09-2021: ઉત્તરાખંડના નવનિયુક્ત રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહે બુધવારે આજે રાજ્યપાલ તરીકે શપથ લીધા. ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર.એસ. ચૌહાણે રાજભવન ખાતે નવા રાજ્યપાલ ગુરમીત સિંહને શપથ લેવડાવ્યા. ગુરમીત સિંહ બુધવારે સવારે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કેબિનેટ મંત્રીઓ ગણેશ જોશી અને સ્વામી યથીશ્વરનંદે કર્યું. ત્યારબાદ નિયુક્ત રાજ્યપાલના આગમન પર પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું.

રાજભવન પહોંચતા જ લેફ્ટનન્ટ સિંહે ઉત્તરાખંડના નવા રાજ્યપાલ તરીકે શપથ લીધા. આપને જણાવી દઈએ કે ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ તરીકે નિવૃત્ત થયેલા ગુરમીત સિંહને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નવા પદ માટે પસંદ કર્યા હતા. ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યના રાજીનામા બાદ ગુરમીત સિંહ ચૂંટાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)