Home Uncategorized જિમ્નેસ્ટિક્સ ફેડરેશન પણ રશિયા પર પ્રતિબંધ મૂકશે, યુક્રેન-રશિયા યુદ્ધનો 10મો દિવસ

જિમ્નેસ્ટિક્સ ફેડરેશન પણ રશિયા પર પ્રતિબંધ મૂકશે, યુક્રેન-રશિયા યુદ્ધનો 10મો દિવસ

Linoy Ashram, of Israel, performs during the rhythmic gymnastics individual all-around final at the 2020 Summer Olympics, Saturday, Aug. 7, 2021, in Tokyo, Japan. (AP Photo/Ashley Landis)

Face Of Nation 05-03-2022 :  અન્ય આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન, ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિક્સ ફેડરેશન (IGF), આવતા સપ્તાહે સોમવારથી રશિયા અને બેલારુસના એથ્લેટ્સને સસ્પેન્ડ કરશે. રશિયન અને બેલારુસિયન એથ્લેટ્સ અને અધિકારીઓને હવે પછીની સૂચના સુધી FIG-પ્રાયોજિત સ્પર્ધાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ ઘણા ફેડરેશને રશિયા અને બેલારુસને સસ્પેન્ડ કર્યા છે.
જાપાની ચેનલો પણ રશિયામાં તેમનું કામ બંધ કરશે
જાપાની બ્રોડકાસ્ટર્સના સૂત્રોએ જણાવ્યું કે ઘણા મોટા મીડિયા હાઉસ દ્વારા રશિયામાં તેમનું કામકાજ બંધ કરવાની જાહેરાત વચ્ચે જાપાની ટીવી ચેનલો પણ રશિયામાં કામગીરી બંધ કરવા જઈ રહી છે. NHK (જાપાનીઝ પબ્લિક ટેલિવિઝન), Fuji-TV, Asahi-TV અને TBS ઘણા વર્ષોથી રશિયામાં કાર્યરત છે. મુખ્ય જાપાનીઝ અખબારોની ઓફિસ પણ રશિયામાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).