Home Special હનુમાન જયંતિ નિમિત્તે કેમ્પ હનુમાનમાં 2 દિવસીય મહોત્સવનું આયોજન; 16મી એપ્રિલે મંગળા...

હનુમાન જયંતિ નિમિત્તે કેમ્પ હનુમાનમાં 2 દિવસીય મહોત્સવનું આયોજન; 16મી એપ્રિલે મંગળા આરતી, સુંદરકાંડ પાઠ અને મહાઆરતીનું આયોજન!

Face Of Nation 11-04-2022 : શાહીબાગ ડફનાળા રોડ પર આવેલા શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ખાતે 15 અને 16 એપ્રિલના રોજ હનુમાનજી જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની માહિતી આપતા શ્રી હનુમાનજી મંદિર કેમ્પનાં ટ્રસ્ટીઓએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં રીવાજ છે કે આપણા ઘરમાં કોઈપણ સામાજિક સારૂ કાર્ય કરાતું હોય તો આપણે આપણા ઘરના વડીલોની અનુમતિ લઈએ છીએ. 16મી એપ્રિલને શનિવારના ચૈત્ર સુદ પુનમના રોજ શ્રી હનુમાનજી ભગવાનના જન્મોત્સવની શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ખાતે યોજવાની અનુમતિ લેવા માટે જન્મોત્સવના આગલા દિવસે શ્રી હનુમાનજીના પિતા શ્રી વાયુદેવતા મંદિર, વાસણા ખાતે શોભાયાત્રારૂપી અમો જઈએ છીએ અને જન્મોત્સવ મનાવવાની અનુમતિ લઈને આવીએ છીએ. એટલે આ અનુમતિ રૂપી શોભાયાત્રાનું તારીખ ૧૫-૦૪-૨૦૨૨ ને શુક્રવારે સવારે ૭:૩૦ કલાકે કેન્ટોનમેન્ટના જીઓસી તથા પ્રમુખ ટ્રસ્ટી સુધીરભાઈ નાણાવટી દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ શ્રી હનુમાન કેમ્પથી પરંપરાગત યાત્રાની શરૂઆત થશે.
શોભાયાત્રામાં 7 ટેબ્લો, 14 સુશોભિત ટ્રકો હશે
આ શોભાયાત્રા આશરે 7 ટેબ્લો કે જે ધાર્મિક, સામાજિક જ્ઞાન આપતા હશે. આ શોભાયાત્રાનો મુખ્ય રથ જે ખાસ ડીઝાઇનથી બનાવવામાં આવેલ છે. તેની પાછળ એક વાહનમાં તોપ હશે. તેની સાથે 14 સુશોભિત ટ્રકો હશે તથા 5 નાના સુશોભિત વાહનો હશે. યાત્રા સાથે 150 થી 200 ટુ વ્હીલર તથા 50 ફોર વ્હીલર જોડાશે. શોભાયાત્રામાં ખાસ વિશેષ અવનવા કરતબો સાથેનો એક અખાડો પણ જોડાશે તથા નાસિક ઢોલ, ઘંટ અને ઝાલર વગાડતા વગાડતા આ શોભાયાત્રા આગળ વધશે. શોભા યાત્રાની સાથે સાથે એક ટીમ સમગ્ર રૂટ પર પ્રસાદનું વિતરણ કરશે. શ્રી હનુમાનજી મંદિર કેમ્પની આ શોભાયાત્રાનું 40 જગ્યાએ સ્વાગત થશે અને ત્યાં શ્રી હનુમાન ચાલીસાના પાઠનું પઠન થતું રહેશે.
આ રૂટ પર શોભાયાત્રા યોજાશે
આ શોભાયાત્રા શ્રી હનુમાનજી મંદિર કેમ્પ શાહીબાગથી, સુભાષબ્રીજ, જુના વાડજ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્ષ, આશ્રમ રોડ, શ્રી વલ્લભ સદન, વી.એસ. હોસ્પિટલ, પાલડી ભટ્ઠા, ચંદ્રનગર થઈને વાસણા શ્રી વાયુદેવાતાજીના મંદિરમાં વિશ્રામ કરી ચંદ્રનગર, અંજલી ચાર રસ્તા, ધરણીધર, નહેરૂનગર, સહજાનંદ કોલેજ, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કુલ, સરદાર પટેલ બાવલા, ઉસ્માનપુરા થઇ નિજ મંદિર પરત આવશે.
સાંજે 7 કલાકે નિજ મંદિર પહોંચશે
શોભાયાત્રા બપોરના આશરે 12 થી 12.30 કલાકે શ્રી વાયુદેવતા મંદિર, વાસણા પહોચશે. શ્રી વાયુદેવતા મંદિરે પૂજા થશે અને છપન્નભોગ ધરાવાશે અને ત્યારબાદ પ્રસાદરૂપે ભંડારાનું આયોજન ધર્મપ્રેમી દર્શનાથીઓ માટે કરવામાં આવેલું છે. શોભાયાત્રા બપોરના વિરામ બાદ બપોરે 2 કલાકે શ્રી વાયુદેવતા મંદિરથી નિજ મંદિર તરફ પરત ફરશે. જે આશરે સાંજે 7 કલાકે નિજ મંદિર પહોંચશે.
16મી એપ્રિલે સવારે 7 થી 9 સુંદર કાંડનો પાઠ
શ્રી હનુમાનજી મંદિર કેમ્પના ટ્રસ્ટીઓએ વધુમાં 16 એપ્રિલે જન્મોત્સવ અંગેના કાર્યક્રમો વિષે માહિતી આપતા જણાવ્યું કે, શનિવાર ચૈત્ર સુદ પૂનમને શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે કેમ્પ મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી, સવારે ૭:૦૦ થી ૯:૦૦ સુંદર કાંડનો પાઠ, સવારે ૧૦:૦૦ કલાકે હનુમાન જન્મોત્સવ શુભોભીત શ્રી હનુમાનજી મંદિર કેમ્પમાં ફૂલો ઉછાળીને અવસર મનાવાશે અને ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકે પ્રકાંડ પંડિતો દ્વારા મારૂતિ યજ્ઞનો પ્રારંભ થશે. સવારે ૧૧:૦૦ કલાકે ધ્વજારોહણ અને ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદના ભંડારાનો પ્રારંભ થશે અને પ્રસાદનું વિતરણ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).