ફેસ ઓફ નેશન, 01-05-2020 : સામાન્ય રીતે કોઈ રાજ્ય જન્મ લેતું નથી, અનેક સંઘર્ષો પછી આકાર લે છે. પરંતુ જયારે રાજ્યના લોકો આ દિવસે રાજ્યને હેપી બર્થ ડે કહેતા હોય ત્યારે તેને જન્મદિન તરીકે નવાજવામાં કાંઈ ખોટું પણ નથી. વિશ્વભરમાં હાહાકાર મચાવતા કોરોનાએ આજે ગુજરાતને બંધ કરી દીધું છે. 1 મે 1960માં જન્મેલા 60 વર્ષના થયેલા ગુજરાતને આજે કોરોનાએ આઈસીયુમાં મૂકી દીધું છે. સતત વધતા જતા કેસોને લઈને આજે ગુજરાત મહામારી સામે જંગ લડી રહ્યું છે. સતત ભાગદોડ અને ધંધા, રોજગારથી ધમધમતા ગુજરાત આજ તેના જન્મદિવસે શાંત ભાસી રહ્યું છે. તોફાન, મસ્તી, કિલ્લોલ અને જુસ્સાથી જીવતા ગુજરાતની આ શાંતિ ડરામણી લાગે છે. તેને આ શાંતિ શોભતી નથી.
પહેલી મે 1960નો એ ઐતિહાસિક દિવસ.જ્યારે બૃહદ મુંબઈમાંથી એક અલગ રાજ્ય ગુજરાત બન્યું.રવિશંકર મહારાજના હસ્તે સ્થપાયેલા આપણા ગુજરાતે આજે અનેક ઉંચાઈઓ હાંસલ કરી લીધી છે. વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓએ પહોંચીને ગુજરાતને ધબકતુ રાખ્યું છે. 1 મે 1960થી લઈ 1 મે 2020 સુધીના 60 વર્ષના ગુજરાતના ઈતિહાસમાં રાજ્યમાં કુલ 17 મુખ્યમંત્રીઓએ શાસન ચલાવ્યું. આ દરમિયાન અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. જેના કારણે આજે ગુજરાત માત્ર ભારત જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં એક વિકાસશીલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. તેમજ આ નિર્ણયોએ જનજીવનને સરળ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
રાજ્યના દરેક ઝોનમાંથી એક અથવા એકથી વધુ મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે. પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ મહેતા અમરેલી સૌરાષ્ટ્રના હતા, તો નરેન્દ્ર મોદી વડનગર ઉત્તર ગુજરાતમાંથી આવતા હતા, તો ચીમનભાઈ પટેલ સંખેડા મધ્યગુજરાતના હતા. સુરેશ મહેતા કચ્છ અને અમરસિંહ ચૌધરી દક્ષિણ ગુજરાતથી આવતા હતા. આ તમામ મુખ્યમંત્રીઓએ પોતાના ઝોનથી લઈ સમગ્ર ગુજરાતના સર્વાંગિક વિકાસ માટે બહુમૂલ્ય ફાળો આપ્યો છે. આ મુખ્યમંત્રીઓએ ગુજરાતના ઈતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્રના આધારે વિકાસની ગતિને તેજ બનાવવા માટે અનેક નિર્ણયો લીધા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સ્થાપના દિને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે. આ દિવસે રાજય સરકાર દ્વારા ઠેર-ઠેર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ઉજવવામાં આવે છે અને સાથે સરકારી ઇમારતોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવે છે. પરંતુ આ વર્ષે આવી કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં. કારણ કે વિશ્વભરમાં જે કોરોના નામની મહામારી આવી છે તેની સામે ગુજરાત પણ લડત આપી રહ્યું છે. આજે ગુજરાતના ખૂણે ખૂણા શાંત છે અને કોરોનાના ડરથી ગુજરાતની પ્રજા ઘરમાં કેદ છે. આ મહામારીને હરાવવા માટે ઘરમાં કેદ થવું એ જ વિકલ્પ હોવાથી ધબકતા ગુજરાતને શાંત કરી દેવામાં આવ્યું છે. તેને દોડતું અટકાવી દેવામાં આવ્યું છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !
સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !