Home News ક્રૂડ ઓઈલ 139.13 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું, ચૂંટણીના કારણે અમે ભાવ...

ક્રૂડ ઓઈલ 139.13 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું, ચૂંટણીના કારણે અમે ભાવ વધાર્યા નથી : હરદીપ સિંહ પુરી

Face Of Nation 08-03-2022 : રશિયા-યુક્રેન યુદ્ધની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. સોમવારે યુરોપે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવાની ધમકી આપી હતી. આ પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 17.89 ટકા વધીને 118.11 ડોલરની સપાટીએ જઈને 139.13 ડોલર થઈ ગયો છે. 13 વર્ષ અને 8 મહિના પછી ક્રૂડનો ભાવ સર્વોચ્ચ સ્તરે છે. 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું. ત્યારે ક્રૂડ 96.84 ડોલર પ્રતિ બેરલ હતું. દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે બીજી નવેમ્બર 2021 પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો નથી. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીનું નિવેદન સામે આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે પેટ્રોલ-ડીઝલની કિંમતો નક્કી કરવામાં આવે છે
હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે,ચૂંટણીના કારણે અમે ભાવ વધાર્યા નથી. એવુ કહેવું ખોટું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેલની કિંમતો અંગે કંપનીઓએ નિર્ણય લેવો પડશે, કારણ કે તેમણે પણ બજારમાં ટકી રહેવાનું છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવામાં આવે છે.
રાહુલ ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું
હરદીપ સિંહ પુરીએ, રાહુલ ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ કે, એક અમારા યુવા નેતા છે. તેઓ કહે છે કે તમારા વાહનની ટાંકી જલ્દીથી ભરી લો, ચૂંટણી પૂરી થઈ ગઈ છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તેલના ભાવ વધવાના હોવાથી ટાંકીઓ ભરવી જોઈએ. હરદીપ સિંહે કહ્યું, અત્યારે ટાંકી ભરો કે પછીથી ભરો. ક્યારેકને ક્યારેક તો ચૂંટણી આવવાની જ છે ને. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).