Face Of Nation 01-06-2022 : પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરીયો પહેરવાનું નક્કી કરી લીધું છે. આવતીકાલે સવારે કમલમ ખાતે હાર્દિકને ભાજપમાં જોડવા માટે અલગ પ્રોગ્રામ કરવામાં આવે તેવી હાર્દિક એ જીદ પકડી છે, આ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ અને હાર્દિક પટેલ બંને જોડે જ ભાજપમાં જોડાવાના હતા, પણ હવે હાર્દિકની જીદના કારણે ભાજપે નમતું જોખ્યું છે અને હવે 11 વાગે શ્વેતા બ્રહ્મભટ્ટ કમલમના હોલમાં ભાજપનો કેસરીયો ધારણ કરશે, જ્યારે 12 વાગે આશરે 2,000 લોકો સાથે હાર્દિક પટેલ બહારના ગાર્ડનમાં બાંધેલા સમીયાણામાં ભાજપમાં એન્ટ્રી મળશે.
કાલે ભાજપના બે અલગ-અલગ પ્રોગ્રામ
કમલમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં અત્યારથી જ હાર્દિક પટેલની જીદ પકડી હોવાની વિગતો સામે આવી રહી છે, હાર્દિક ભાજપમાં જોડાવાનો છે તે નક્કી થઈ ગયા બાદ એ કઈ રીતે ભાજપમાં જોડાશે તેની આખી રૂપરેખા હાર્દિકે જ નક્કી કરી છે, એક દિવસ અગાઉ હાર્દિક પટેલ ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે કેટલાક નેતાઓને મળ્યા હતા, જ્યાં તેણે પોતાની જોડાવવાની વાત અને એકલા જ જોડાવાની જીદ કરી હતી, ત્યારબાદ ભાજપે બે અલગ-અલગ પ્રોગ્રામ કરવાનું હવે નક્કી કર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).