Home Sports ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો જુડવા WWEમાં દેખાયો!

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો જુડવા WWEમાં દેખાયો!

Face Of Nation 24-02-2022 : WWE રેસલર કાર્મેલો હાયેસે આ સબંધમાં એક ટ્વિટ કર્યું હતું. તેણે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને ટેગ કરીને લખ્યું કે “મારા કારણે હાર્દિક પંડ્યા ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના (Team India) ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) છેલ્લા કેટલાક સમયથી ઈજાના કારણે ટીમથી બહાર ચાલી રહ્યો છે પણ તે કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા જલ્દી આઈપીએલમાં પોતાની ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સ માટે રમતો જોવા મળશે પણ તે પહેલા તે હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેનું મુખ્ય કારણ છે WWE સુપર સ્ટાર કાર્મેલો હાયેસ.
કાર્મેલો હાયેસે હાર્દિક પંડ્યાને ટેગ કરીને ટ્વિટ કર્યું
WWE સ્ટાર કાર્મેલોના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ફોટોમાં તેનો ચહેરો ક્રિકેટર હાર્દિક પંડ્યા જેવા લાગી રહ્યો છે. આ કારણથી ટ્વિટર પર તેનો ફોટો હાર્દિક પંડ્યા સાથે ટ્રેન્ડ કરી રહ્યો છે. જ્યારે આ વાતની જાણકારી ખુદ WWE રેસલર કાર્મેલો હાયેસને ખબર પડી ત્યારે તેણે આ અંગે હાર્દિક પંડ્યાને ટેગ કરીને એક ટ્વિટ કરી હતી.
હાર્દિકે તેના ટ્વિટ પર કોઈ જવાબ નથી આપ્યો
WWE રેસલર કાર્મેલો હાયેસે આ સબંધમાં એક ટ્વિટ કર્યું હતું. તેણે હાર્દિક પંડ્યાને ટેગ કરીને લખ્યું કે, મારા કારણે હાર્દિક પંડ્યા ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. બહુ બધો પ્રેમ. કાર્મેલો હાયેસની આ ટ્વિટ જોતા જ સોશિયલ મીડિયામાં તમામ પ્લેટપોર્મમાં તેની ફોટો વધુ વાયરલ થવા લાગી હતી. જોકે હજુ સુધી હાર્દિક પંડ્યાએ તેના ટ્વિટ પર કોઈ જવાબ નથી આપ્યો. 28 વર્ષીય હાર્દિક ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ક્રિકેટર છે અને ટીમમાં મહત્વની ભુમિકા ભજવે છે. જોકે હાલ તે ઈજાના કારણે મેદાનથી બહાર છે અને ટીમ માટે છેલ્લે જ્યારે રમ્યો હતો ત્યારે બોલિંગ કરી શક્યો ન હતો. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે માર્ચના અંતિમ સપ્તાહથી શરૂ થઈ રહેલ આઈપીએલ 2022માં તે ગુજરાત ટાઈટન્સ ટીમ તરફથી મેદાન પર ઉતરી રહ્યો છે અને ટીમ માટે બોલિંગ કરશે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).