Face Of Nation 21-03-2022 : પાટીદાર અનામત આંદોલન મામલે પાટીદાર નેતાઓ અને પાટીદાર યુવકો પર થયેલા કેસ મામલે રાજ્ય સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સરકારના આ પગલાને લઇ પ્રતિક્રિયા આપી છે. કોગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, સરકાર દ્વારા જે 10 કેસો પરત ખેંચવા માટેની અરજી કરવામાં આવી છે તેના માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું.
246 કેસનું લિસ્ટ અમે સરકારને સોંપ્યું હતું : હાર્દિક
હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદાર આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા હતા તેમાથી 246 કેસનું લિસ્ટ અમે સરકારને સોંપ્યું હતું. જેમાથી રાજ્ય સરકારે 9 કેસ પરત ખેંચવા માટે વકીલ વતી કોર્ટમાં અરજી કરી છે અને મારી સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલા કેસ અંગે 15મી એપ્રિલના રોજ હુકમ થશે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માગણી છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. રાજ્ય સરકારે કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. જોકે હાલમાં સરકાર દ્વારા જે 10 કેસો પરત ખેંચવા માટે પ્રોસેસ કરી છે તેના માટે હું સરકારનો આભાર માનું છું.
ગુજરાતમાં 140થી વધુ કેસો પેન્ડિંગ છે : અલ્પેશ
સરકાર દ્વારા 10 કેસ પાછા ખેંચવાની પ્રોસેસ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા તેઓને 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. 10 કેસ પાછા ખેંચવાથી સંતુષ્ટ નથી કારણ કે સમગ્ર ગુજરાતમાં 140થી વધુ કેસો પેન્ડિંગ છે અને માંગણીઓ હજુ પણ પેન્ડિંગ છે, ગુજરાત સરકારે બધા પર ધ્યાન આપવાની જરૂર છે. જે લોકો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારને રાજ્ય સરકાર નોકરી આપે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).