Face Of Nation 28-04-2022 : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા સ્વ.ભરતભાઈ પટેલની પુણ્યતિથિ પ્રસંગે આવેલા સાધુ-સંતો અને કોંગ્રેસના આગેવાનોના સલાહ સૂચન બાદ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે, હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માંગુ છું, કામ મળશે તો 110ની સ્પીડે કામ કરીશ, મારે કોઇ વાત સાબિત કરવાની નથી.તો બીજીતરફ નૌતમ સ્વામીએ હાર્દિક પટેલને હિન્દુત્વની વિચારધારાવાળા પક્ષમાં જોડાવવાની આપેલી સલાહ અંગે હાર્દિકે ખુલાસો કરતા જણાવ્યું કે, નૌતમ સ્વામીએ એમની લાગણી વ્યક્ત કરી છે. મે ભગવાન રામની અહીં સ્થાપના કરી છે. મારે કોઇ વાત સાબિત કરવાની નથી. હું રઘુવંશી છું મારે કંઇ સાબિત કરવાનું રહેતું નથી. અમે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ.
રઘુ શર્માના નિવેદન પર હાર્દિકનો ખુલાસો
હાર્દિક પટેલના ત્યા આવેલા કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને નૌતમ સ્વામીએ આપેલા નિવેદન અને સલાહ-સૂચનોનો ખુલાસો કરતા હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું, પક્ષ પાસે કામની માંગણી કરુ છું અને જો કામ મળશે તો હું વધુ સ્પીડથી કામ કરીશ, પક્ષમાં કોઈની સાથે વ્યક્તિગત કે વિચારનો વિરોધ હોઈ શકે પરંતુ હું આ મામલે સાથે બેસીને વાત કરીશ. મારા પિતાના પુણ્યતિથિ પ્રસંગે આવેલા સૌનો આભાર માનું છું.
પિતાના લેણદેણ પૂર્ણ કરવા આજનો કાર્યક્રમ કર્યો: હાર્દિક
પોતાના પિતા અંગે વાત કરતા હાર્દિકે જણાવ્યું કે, કોરોના મહામારીમાં એક વર્ષ પહેલાં મારા પિતાનું દેહાંત થયું. તેમના નિધન બાદ હિન્દૂ સંસ્કૃતિ મુજબ ધાર્મિક વિધિ કરી હતી પરંતુ સામાજિક રીત મુજબ આજે પુણ્યતિથિ કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમમાં બધા જ લોકોને અને પાર્ટીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેં તો ક્યારે કહ્યું જ નથી કે ફલાણી પાર્ટીના લોકો આવશે. મારા અને મારા પિતાના લેણદેણ પૂર્ણ કરવા માટે આજનો કાર્યક્રમ કર્યો છે. નૌતમ સ્વામી ખૂબ મોટા સ્વામી છે. હિન્દૂ ધર્મના વડા છે એટલે એમણે પોતાની લાગણી વ્યક્ત કરી હશે. આજે રામ ધૂન અને અન્ય ધાર્મિક કાર્યક્રમ કર્યો એટલે હિન્દૂ તરીકે જ વિધિ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).