Face Of Nation 01-06-2022 : પાટીદાર સમાજ સાથે દ્રોહ કરીને સમાજને અનામતના નામે ભડકાવીને પોતાની મેલીમંથરાવટી પાર પાડનાર હાર્દિક પટેલ હવે ભાજપમાં પ્રવેશ મેળવી રહ્યો છે. ભાજપમાં તેનો પ્રવેશ ક્યારનો નક્કી થઇ ગયો હતો પરંતુ તેને હવે સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ભાજપ અને તેમાંય નરેન્દ્ર મોદી ક્યારેય તેમના દુશમનને ભૂલતા નથી. સમય આવ્યે ચાન્સ જોઈને તેની ઉપર વાર કરીને બદલો લેવામાં ક્યારેય આ બંને પાછીપાની કરતા નથી. હાર્દિકને ભાજપમાં લાવીને થુંકેલુ ચટાડવા જેવી સ્થિતિમાં લાવીને મૂકી દીધો છે. હાર્દિકના ભાજપમાં આવવાથી ભાજપની આબરૂમાં વધારો થયો છે અને હાર્દિકની કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મૂકી દીધો છે. હવે હાર્દિકની સ્થિતિ પિંજરે પુરાયેલી બકરી જેવી થઇ ગઈ છે. જે મનફાવે તેમ બોલી કે બરાડા પાડી શકશે નહીં.
કોંગ્રેસ કે વિરોધ પક્ષમાંથી ભાજપમાં પ્રવેશનાર તમામની સ્થિતિ આજે જોઈ શકાય છે. મોટાભાગના તમામ લોકો ભાજપમાં એક ખૂણે બેસીને ભજનમાં તાલ પુરાવવા તાળી વગાડી રહ્યા હોય તેવી સ્થિતિ છે. જે લોકોએ જેટલો ભાજપનો વિરોધ કર્યો તેવી જ રીતે ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ તેમને સાઈડ લાઈન કરવામાં આવ્યા છે. હાર્દિકે ભલે ભગવો ધારણ કરી લીધો પણ હવે હાર્દિકની સ્થિતિ ન ઘરના કે ન ઘાટના જેવી થઇ ગઈ છે. પોતાની ઉપર લાગેલા કેસોમાંથી બચવા માટે હાર્દિક ભાજપને શરણે પહોંચી ગયો છે અને ભાજપના પગમાં પડીને થુંકેલુ ચાટી રહ્યો હોય તેવી સ્થિતિ ઉદભવી છે. અત્યાર સુધી જે ભાજપની વિરુદ્ધમાં સમાજ માટે બોલ્યો તે ભાજપના ગુણગાન ગાવવાનો વારો આવ્યો છે. હવે હાર્દિક જાહેરમાં ભાજપના ગુણગાન ગાશે અને ક્યાંક તો તેને ટાર્ગેટ કરીને સમાજના લોકો તેને જૂત્તા પણ મારશે કે કાળી શાહી પણ ફેંકશે. ભાજપ હવે હાર્દિકને પાટીદાર સમાજના મતો માંગવા મેદાનમાં ઉતારી શકશે નહીં કેમ કે, પાટીદારો માટે વિરમગામના ભરતભાઈ પટેલનો પુત્ર હાર્દિક હવે ગદ્દાર બની ગયો છે.
અનામતના નામે સમાજના યુવાનોને ભડકાવીને રસ્તે લાવીને તોફાનો કરવા ઉશ્કેરનાર હાર્દિક વિરુદ્ધ પટેલ સમાજ લાલઘૂમ થઇ ગયો છે. પોતાની મેલી મંથરાવટી પાર પાડવા માટે હાર્દિકે સમાજનો ઉપયોગ કરીને પટેલોને મૂર્ખ બનાવીને તેનો સ્વાર્થ સાધવામાં કોઈ કસર બાકી રાખી નથી. એક પછી એક તેની મેલીમુરાદ પાર પાડીને હાર્દિકે સમાજને ઠેંગો બતાવીને તેનો પોતાનો વિકાસ કરી લીધો છે. સમાજને હાથો બનાવી રાજકારણમાં પ્રવેશનાર અને પાટીદાર સમાજમાં ગદ્દારનું બિરુદ મેળવનાર હાર્દિક હવે સમાજનો દુશમન બની ગયો છે. ભાજપે તો શિફ્તપૂર્વક મોકો જોઈને ચોક્કો મારી દીધો છે. હાર્દિકને ભાજપમાં લાવીને તેની કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).