Face Of Nation 31-05-2022 : ભાજપ સામે લડીને જ રાજકીય નેતા બનેલા હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ મામલે કમલમમાં અને ભાજપના નેતાઓ-કાર્યકરોમાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં કેટલાક નેતાઓ માની રહ્યા છે કે હાર્દિકની હાલત અગાઉ કોંગ્રેસમાંથી આવીને ભાજપનો ખેસ પહેરનારા મોટા ધુરંધરો જેવી થઈ શકે છે. ચૂંટણી સમયે હાર્દિકનો મત માટે ઉપયોગ કરીને પક્ષમાં તેને ખૂણામાં બેસાડી દેવામાં આવે તો નવાઈ નહીં… તો કેટલાક નેતાઓ હાર્દિકના પ્રવેશને આવકારતાં એવું કહીં રહ્યા છે કે 2022ની ચૂંટણીમાં ભાજપને ફાયદો થઈ શકે છે, ખાસ કરીને 2017ની ચૂંટણીમાં પાટીદારોને કારણે જે ભાજપે ગુમાવ્યું છે એ પાછું મેળવી શકાય છે.
ભાજપનો ગ્રાફ વધશે કે નહીં, પક્ષમાં ચર્ચા
ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ સત્તા સાંભળી રહેલા ભાજપ દ્વારા વિધાનસભામાં 150થી વધુ ધારાસભ્યો સાથે રેકોર્ડ કરવા માટે ભાજપ તનતોડ મહેનત કરી રહ્યો છે. એમાં પણ તે કોંગ્રેસના મોટા મોટા નેતાઓને ભાજપમાં ભરતી કરવા લાગ્યા હતા. એમ છતાં પણ ભાજપ 150 બેઠક સુધી પહોંચી શક્યો નથી. હવે ભાજપે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલને કેસરિયો ખેસ પહેરાવવાનો છે ત્યારે ભાજપનો ગ્રાફ વધશે કે નહીં એ અંગેની ચર્ચાઓ ભાજપમાં શરૂ થઈ ગઈ છે. એમાં ભાજપ પણ હાર્દિકના મામલે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક કહે છે, હાર્દિકના ભાજપ પ્રવેશથી 2017નું પુનરાવર્તન થતું અટકી શકે છે. એટલું જ નહીં, પાટીદારો જે નારાજ હતા તે પણ ભાજપતરફી આવી શકે છે.
હાર્દિકની એન્ટ્રીથી પક્ષમાં ક્યાંકને ક્યાંક નારાજગી!
હાર્દિક પટેલના ભાજપમાં આગમન બાદ ભાજપના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે કોઈ ફેર પડવાનો નથી. હાર્દિક તો ઠીક ભાજપે નરહરિ અમીન, અલ્પેશ ઠાકોર જેવા કેટલાય નેતાઓને ભાજપમાં લઈ લીધા છે છતાં કોઈ ફેર દેખાતો જ નથી. એટલું જ નહીં, ભાજપમાં તો ગમે એટલી મહેનત કરશે તોપણ તેમનું લેબલ આયાતીનું જ રહેશે. હાર્દિકે ભાજપની સરકાર ઊથલાવવા માટે જે બેફામ નિવેદનો અને આક્ષેપો કરી આંદોલન કર્યા હતા, હવે તેને જ ભાજપમાં લેવાશે તો પક્ષમાં ક્યાંક ક્યાંક નારાજગી તો ચોક્કસ છે જ જોવા મળશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).