Face Of Nation 14-04-2022 : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે એક ખાનગી ચેનલને આપેલ નિવેદન પ્રમાણે મને એટલો હેરાન કરવામાં આવે છે કે, મને તેના વિશે ખરાબ લાગે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે, હું પાર્ટી છોડી દઉં…મને વધુ દુઃખ થયું છે કારણ કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
હાર્દિકને અનુશાસનમાં રહેવા જણાવ્યુંઃ રઘુ શર્મા
હાર્દિક પટેલે નરેશ પટેલ મામલે કોંગ્રેસ હાઇકમાન્ડને આડે હાથ લીધા હતા.તથા તેમનો અને પાસના નેતાઓનો કોંગ્રેસે પુરતો ઉપયોગ ન કર્યો હોવાનું જણાવી કોંગ્રેસ હાઇકમાન્ડને વિચારતા મુકી દીધા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લે, નરેશ પટેલને લેવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે તે એક મોટો સવાલ છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિર્ણય લેવામાં આટલો વિલંબ થતાં નરેશ પટેલની છબીને નુક્સાન થાય છે. તો સામે પક્ષે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ હાર્દિકને પાર્ટીના અનુશાસનમાં રહેવા અને પાર્ટી કરતા કોઇ મોટું નથી તેમ જણાવ્યુ હતું.
હાર્દિક પટેલના નિવેદનથી પ્રદેશ નેતૃત્વ નારાજ
હાર્દિક પટેલ પાર્ટીના એક પદ પર બેઠા છે, હાર્દિક પટેલને જો નારાજગી હોય તો પાર્ટી ફોરમમાં આવીને વાત કરે. જાહેરમાં સીધી નારાજગી વ્યક્ત કરવી યોગ્ય ન હોવાનો મત રઘુ શર્માએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે હાર્દિકને નસીહત આપી હતી. પાર્ટી ડિસિપ્લિનથી ચાલે છે, હાર્દિક પટેલને અનુશાસનમાં રહેવું જોઇએ, જો નારાજગી હોય તો અમારી પાસે આવે સમાધાન આપીશું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).