Face Of Nation 18-05-2022 : આવતીકાલે હાર્દિક પટેલ મોટો ધડાકો કરશે, સવારે 11 વાગે અમદાવાદમાં પત્રકાર પરિષદનું આયોજન છે.જ્યાં તેમનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ શકે છે. તો બીજીતરફ પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. જોકે રાજીનામું આપવા સમયે તેની પંજાબના ચંદીગઢમાં હાજરી હતી અને આ હાજરી ઘણી સૂચક માનવામાં આવે છે. હાર્દિકે રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીને મળવાનો સમય ન મળતાં રાજીનામું ધરી દીધું હતું. તો બીજીતરફ ગુજરાત કોંગ્રેસથી નારાજ યુવા નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે સમાધાન માટે સતત પ્રયત્નો કર્યા હતા, એમાં પણ તેમની નારાજગી મામલે રાહુલ ગાંધીને મળવા માટે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ હાર્દિકને મળવાનો સમય તો ઠીક, ગુજરાત આવ્યા ત્યારે તેમણે હાર્દિકથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું. એની સાથે સાથે કૉંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરીની ગંભીર નોંધ કૉંગ્રેસ હાઇકમાન્ડે લીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized રાજકીય ભવિષ્ય નક્કી!; આવતીકાલે હાર્દિક કરશે મોટો ધડાકો, સવારે અમદાવાદમાં પત્રકાર પરિષદનું...