Face Of Nation 09-04-2022 : યુવરાજસિંહની ધરપકડ બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલીવાર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહ દ્વાર અવાર નવાર પેપર લીક મામલે અરજીઓ અપાઈ છે. તે તમામ અરજીઓને અમે ગંભીરતા પૂર્વક લીધી છે. તેમાં જે જે હકીકત સાચી હતી. તેમાં તાત્કાલિક કેસ દાખલ કરાયા છે. તમામ કેસોને ગંભીરતા પૂર્વક તપાસ કરવામાં આવી છે.
યુવરાજસિંહ મુદ્દે કોઇ વધારાની કાર્યવાહી નથી કરાઇ
બીજી તરફ ગાંધીનગર ખાતે પોલીસ પર કાર ચઢાવવાનો કેસ મામલે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે યુવરાજસિંહ પર તપાસ થઇ રહી છે.પોલીસ કાર્યવાહી અને પેપર લીક કેસને કોઇ સંબંધ નથી.યુવરાજસિંહ મામલે કાયદો કાયદાનું કામ કરશે.યુવરાજસિંહ મામલે કોઇ વધારાની કાર્યવાહી નથી કરાઇ. યુવરાજસિંહના કેસને પેપર લીક કેસ સાથે જોડવો અયોગ્ય છે. આ પહેલા પણ યુવરાજસિંહ જે જે વાત લાવ્યા છે. તેને અમે ગંભીરતા પૂર્વક લીધી છે.
કોઇ પણ ઉમેદવાર ખોટી વિગતોથી ભરમાશો નહિ : હર્ષ
આ ઉપરાંત હર્ષ સંઘવીએ લોકરક્ષક પરીક્ષાને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. કોઈપણ જાતની અફવામાં ન આવવા અપીલ કરી છે. પરીક્ષા માટે સરકાર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હોવાની માહિતી આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).