Home News PSI ભરતી અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું

PSI ભરતી અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું

Face Of Nation, 21-10-2021: સરકારી નોકરી માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઑ માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં આજે એક કાર્યક્રમ દરમિયાન PSI  ભરતી અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પોલીસ વિભાગમાં અત્યાર સુધીની મોટી ભરતી આવવાના સંકેત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી દીધા છે.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે PSI ભરતી બાબતે ભરતી માટેના વિવિધ સજેશન અમને અવાર નવાર મળતા રહે છે. આ સજેશન જોઈ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનું સ્પષ્ટ વલણ છે. ગુજરાતના યુવાનોને વધુ તક મળે તે  દિશામાં યોગ્ય નિર્ણય લેવાય છે. આગામી સમયમાં PSI ભરતી અંગેના નિર્ણય બાબતે વધુ બેઠકો ચાલુ છે. ગુજરાતના યુવાનો સહિત લોકો વધુમાં વધુ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. હવે આગામી દિવસોમાં વધુ નિર્ણય કરવામાં આવશે.

PSI ભરતી અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી જ નહીં, પણ વધારેમાં વધારે લોકોને તક મળે એ દિશામાં રાજ્ય સરકાર નિર્ણય લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગાઉ થયેલી જાહેરાત પ્રમાણે પોલીસ વિભાગમાં 28,500 નવી ભરતીઓ થનાર છે. આવનાર દિવસમાં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી અટકી પડેલી ભરતીઑ હવે એક બાદ એક આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)