Home Uncategorized હાંસોટમાં બે કલાકમાં 6 ઇંચથી હાહાકાર,ઉમરપાડા અને કપરાડામાં 12-12 ઇંચ, ગાભા કાઢી...

હાંસોટમાં બે કલાકમાં 6 ઇંચથી હાહાકાર,ઉમરપાડા અને કપરાડામાં 12-12 ઇંચ, ગાભા કાઢી નાખ્યા

Face Of Nation:વરસાદે દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે ત્યારે હજી પણ વરસાદની દેધનાધન ચાલું જ છે. રવિવારે ભરૂચ જિલ્લાના હાંસોટમાં બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે પાણી જ પાણી થયું છે. ત્યારે સુરતના ઉમરવાડામાં બે કલાકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નર્મદા બંધની જળ સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 10 કલાકમાં 1.20 મીટર જળસપાટીમાં વધારો થયો હતો.આમ નર્મદા બંધની અત્યારની જળ સપાટી 125.04 મીટર પર છે. અત્યારે પાણીની આવક 177872 ક્યુસેક કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડાય છે.

વરસાદના તાજા મળતા આંકડા પ્રમાણે સવારે છવાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ગુજરાતમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડા અને વલસાડના કપરાડામાં આશરે 12-12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.આ ઉપરાંત છોટા ઉદેપુરના ક્વાટમાં 183 એમએમ, તાપના સોનગઢમાં 170 એમએમ, સુરતના માંડવીમાં168 એમએમ વરસાદ નોંધાયો છે.સાથે સાથે સુરતના નાંગરોલમાં 126 એમએમ, ડાંગના સુબિરમાં 124 એમએમ, તાપના વ્યારામાં 123 એમએમ અને વડોદરાના ડભોઇમાં 115 એમએમ વરસાદ ખાબક્યો છે.