Face Of Nation 27-04-2025 : નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ કે જેને તમામ લોકો ઉર્ફે પંકજ ગોટીયા તરીકે પણ ઓળખે છે. આ ધારાસભ્યએ તાજેતરમાં પહેલગાંવ હુમલાને સંદર્ભે રાજકીય રોટલા શેકવા સ્થાનિક સ્તરે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં આ ધારાસભ્યને શું બોલવું તેનું ભાન જ નહોતું. હાલમાં આ ધારાસભ્યનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ખરેખર તો આવા લોકોને મુર્ખામીનું પ્રદર્શન કરવા કઈ ક્ષમતાના આધારે ધારાસભ્ય બનાવી દેવામાં આવે છે તે એક સવાલ છે. ખરેખર સત્ય હકીકત એવી છે કે, આ ધારાસભ્યને પગે લાગવા મીડિયાના પત્રકારો આવે છે અને કેટલાક પત્રકારોના ઘર આ ધારાસભ્યના લીધે ચાલે છે. જેના બદલામાં પત્રકારોએ ધારાસભ્યની વાહવાહી કરવાની હોય છે. ખેર એવા પત્રકારો અને આવા ધારાસભ્યો દેશ માટે ખુબ જ નુકસાનરૂપ છે. ભાજપની આબરૂના લિરા લિરા ઉડાડતા આવા ધારાસભ્યો વિરુદ્ધ પગલાં ભરવાની પણ ભાજપના કોઈ મોવડી મંડળની તાકાત નથી કેમ કે પંકજ ગોટીયા જેવા પક્ષને સાચવે છે અને પક્ષના ખર્ચ પુરા પાડતા હોય તેવું લાગી રહ્યું છે એટલે જ કદાચ પક્ષને પણ આવા ધારાસભ્યોનું પાલનપોષણ કરવું પડે છે.
શરમજનક બાબત કહેવાય કે, સ્થાનિક નેતાને દેશમાં બનેલી ઘટના અંગે કશી ખબર જ ન હોય, અને એથી પણ વિશેષ શરમજનક બાબત કહેવાય આવા નેતાઓને સપોર્ટ કરનારા સ્થાનિકો માટે. તાજેતરમાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ ઉર્ફે પંકજ ગોટીયાએ તેની એવો ભાંગરો વાટ્યો કે ખરેખર શરમજનક પરિસ્થિતિનું નિર્માણ થયું. આ ધારાસભ્યએ મીડિયાના નિવેદનમાં એવું જણાવ્યું કે, “પઠાણકોટની અંદર” આટલે થી ઉપસ્થિત લોકોએ તેની ભૂલ સુધારતા તેણે ફરીથી શરુ કર્યું અને જણાવ્યું કે, “પહેલગાંવની અંદર જે રીતે પાકિસ્તાનના આતંકીઓએ નિર્દોષ લોકો ઉપર હુમલો કર્યો, અથવા દેશમાંથી જે સ્થળે ફરવા ગયા હતા અને ફરવા ગયેલા આતંકીઓએ ઉપર આતંકીઓએ જે લોકો ઉપર હુમલો કર્યો એની અંદર મહિલાઓની જાન લીધી અને પુરુષોની પણ જાન લીધી અને એમાં ઘાયલ પણ થયા. એ આતંકીઓને ભારત દેશના વડાપ્રધાન શ્રીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને પાકિસ્તાન ઉપર પુરેપુરા એક્શન લેવાની તૈયારીઓ છે ત્યારે આજે નડિયાદની અંદર આ હુમલાને વખોડી કાઢવામાં આવે છે અને જે શહીદો થયા છે તે શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડવામાં આવે છે.”
ખરેખર શરમજનક બાબત છે કે, આ ધારાસભ્ય એ ખબર નથી કે દેશમાં હુમલો ક્યાં અને કોની ઉપર થયો છે. એથી પણ શરમજનક બાબત એ છે કે, ખાખી ધારીઓ અને સરકારી અધિકારીઓ આવા નેતાઓના બંગલે જઈને જી હજુરી કરે છે અને તે કહે તેમ મુજરો કરે છે. પંકજ ગોટીયા અને તેના પરિવારનો નડિયાદમાં ભારે દબદબો છે. આવા ધારાસભ્યો દેશ માટે શરમજનક છે. જો કે અહીં સવાલ એ થાય છે કે, પ્રજા આવા અભણ ધારાસભ્યોને કેમ ચૂંટે છે જેને દેશમાં ઘટેલી ઘટના અંગે ખબર ન હોય ? આવા ધારાસભ્યો શું પ્રજા હિતના કાર્યો કરવાના ? નડિયાદમાં પંકજ ગોટીયાના કૌભાંડો ખુબ જ છે પણ કોઈ સ્થાનિક પત્રકારની તાકાત નથી કે તેની વિરુદ્ધ લખી શકે કેમ કે સાહેબ આવા અનેક પત્રકારોના તારણહાર છે. જ્યાં સત્તા આગળ પત્રકાર જ ઘૂંટણિયે હોય અને પ્રજા ડરપોક બનીને બેઠી હોય ત્યાં પંકજ ગોટીયા જેવા જ ધારાસભ્યો બની જાય તેમ કહેવામાં કોઈ બે મત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).