Face of Nation 22-12-2021: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે સાબરકાંઠા પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી. દાનાભાઈ ડાંગર, કેયુર સંતકુમાર પટેલ, કૃપાલી સુરેશભાઈ પટેલ અને હિમાની વિનુભાઈ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધી 18 આરોપીની ધરપકડ કરી.
પોલીસે દીપલ પટેલ પાસેથી 14 લાખ 10 હજાર અને મુખ્ય આરોપી જયેશ પટેલ પાસેથી 20 લાખ કબ્જે કર્યા. અત્યાર સુધી પોલીસે મોબાઈલ તથા વાહનો અને રોકડ રકમ મળી 78 લાખ 46 હજાર કબ્જે લીધા છે.
રાજ્યમાં બિનસચિવાલય હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું એ મુદ્દે આ પરીક્ષા લેવાની જેની જવાબજારી છે એ ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરાની હકાલપટ્ટી કરાય એવી શક્યતા છે. પેપર લીકના મામલે સતત વિવાદોમાં ઘેરાયેલા અસિત વોરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું તાત્કાક્લિક તેડું આવતાં વોરાને રવાના કરી દેવાશે એવી અટકળો ચાલી રહી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કૌભાંડ સામે આવ્યા પછી આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. આ કૌભાંડમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
હેડ ક્લાર્કની પુનઃ પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. કોઈની ઉંમર વધુ થતી હશે તો તેને છુટછાટ આપવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષા યોજાઇ તે પહેલા જ પેપરલીક કાંડના આરોપીઓને સજા થાય તેવો દાખલો બેસાડીશું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).