Home Uncategorized સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી : હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું

સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી : હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું

Face Of Nation : ગરમીએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. ત્યારે ગરમી અંગે હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. આજે શુક્રવારે  તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેથી જો કામથી બહાર નીકળવાના હોય તો સાચવજો. તો બાકીના દિવસમાં તાપમાન 42 ડીગ્રી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એલર્ટ આપી દેવાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં પણ એલર્ટ આપી દેવાયું છે. આજે શુક્રવારે ગરમીનો પારો 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે, શનિવારથી ગરમી ઘટશે તેવી પણ શક્યતા છે. કોર્પોરેશનના આંકડા મુજબ, શનિવારે 42 ડિગ્રી, રવિવારે અને સોમવારે 41 ડિગ્રી તથા મંગળવારે 40 ડિગ્રીનો પારો રહે તેવી શક્યતા છે.

ક્યાં કેટલો ગરમીનો પારો

  • અમદાવાદ 43.7
  • ગાંધીનગર 42.6
  • વડોદરા 41.2
  • અમરેલી 43.2
  • સુરેન્દ્રનગર 43.4
  • ડીસા 43.4
  • રાજકોટ 42.6
  • ભાવનગર 40.1
  • ભૂજ 42.5