Face Of Nation, 03-09-2021: દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી આગામી 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. 7 સપ્ટેંબરે ફરી એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેથી સ્પટેંબર મહિનામાં સારો વરસાદ થવાના એંધાણ છે.
છેલ્લા 2 દિવસમાં 7 ટકા જેટલો વરસાદમાં વધારો થયો છે. ગુજરાતમાં હવે 42 ટકા વરસાદની ઘટ છે. આગામી 24 કલાકમાં હવામાન વિભાગે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી આપી છે.
ગુજરાતમાં સતત ત્રણ દિવસથી ચાલતી મેઘકૃપા વચ્ચે કૃષિ સંકટ તથા પીવાના પાણીની સમસ્યા ઘણા અંશે હળવી થઈ છે. આ સાથે રાજ્યનો સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બે થી પાંચ ઈંચ જેટલો જ વરસાદ છે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)