Home Uncategorized સમગ્ર સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેના એંધાણ વચ્ચે રાજકોટમાં રણક્યો વરસાદ

સમગ્ર સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેના એંધાણ વચ્ચે રાજકોટમાં રણક્યો વરસાદ

Face Of Nation:રાજકોટમાં ચોમાસાએ પૂરબહારમાં પગરવ કર્યો છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહીની વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ ભીંજાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસમાં 2થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. 10 તારીખે ભારે વરસાદ પડી શકે છે.હવામાન ખાતાએ આજથી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ તરફનું ડિપ ડિપ્રેશનની તીવ્રતા ઘટી ગઈ છે. જે લો પ્રેશરમાં પરિવર્તિત થવાની શક્યતા છે, હાલ આ ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધે છે અને 2થી 10 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર શુક્રવાર અને શનિવારે બે દિવસ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હાલ જે વરસાદની સિસ્ટમ છે તે ઉત્તર પુર્વ મધ્યપ્રદેશ તરફ છે. અને પશ્ચિમ દિશા તરફ વધી રહ્યું છે. સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતથી શરૂઆત થશે. સાર્વત્રિક વરસાદ 2થી 5 ઈંચ સુધી રહેશે. જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં 5 ઈંચથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.