Home Religion નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ; અમરેલીમાં ધોધમાર વરસાદ, આંબરડી ગામની બજારમાં નદીની માફક પાણી...

નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ; અમરેલીમાં ધોધમાર વરસાદ, આંબરડી ગામની બજારમાં નદીની માફક પાણી વહેતા થયા, ધારી-બગસરા માર્ગ બંધ!

Face Of Nation 24-06-2022 : અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંબેલાધાર વરસાત વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં નદીની માફક પાણી વહેતા થયા હતા.
અમરેલી જિલ્લા પર મેઘરાજા મહેરબાન
હવામાન વિભાગે આજે અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી તે સાચી પડી હતી. ધારી, બગસરા, સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. તો બીજીતરફ સાવરકુંડલાના આંબરડીમાં સામાન્ય વરસાદ પડ્યો હોવા છતા ગામની બજારમાં નદીના પાણી ઘૂસી આવ્યા હતા. આંબરડી ગામની ઉપરવાસમાં આવેલા અભરામપરા, કૃષ્ણગઢ અને જંગલ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસતા આંબરડી ગામની બજારોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ધારીના ડાંગવદરમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ
ધારી તાલુકાના કાગસા, સુખપુર, ગોવિંદપુર, સમેરડી, કોટડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેતી થતા અનેક કોઝવે પર પાણી ફરી વળ્યા છે. નદીમાં પૂરના કારણે ધારી-બગસરા રોડ પણ બંધ થઈ ચૂક્યો છે.
બગસરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
બગસરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જાણકા, સિલાણા, જેઠિયાવદર, સમઢીયાળા, મુજીયાસર, સાપર અને સુડાવડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડીયાના મેધાપીપરિયામાં પણ સ્થાનિક નદીમાં ધોધમાર પૂર આવ્યું હતું.
જિલ્લામાં વાવણીકાર્ય આગળ ધપશે
સતત 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને નવું જીવનદાન અને મોટી રાહત મળી હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે. જ્યાં વાવણી કાર્ય બાકી છે તે વિસ્તારમાં હવે વાવણી કાર્યમાં ખેડૂતો જોતરાય શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).