Home News મુંબઈમાં ભારે વરસાદથી લોકો પરેશાન, બસ અને લોકલ ટ્રેન પ્રભાવિત થઈ, વરસાદને...

મુંબઈમાં ભારે વરસાદથી લોકો પરેશાન, બસ અને લોકલ ટ્રેન પ્રભાવિત થઈ, વરસાદને કારણે ઠેર-ઠેર ભરાયાં પાણી; દિલ્હીમાં યલો એલર્ટ, જુઓ Vedio

https://youtu.be/aZABOHMIRzQ

Face Of Nation 05-07-2022 : દક્ષિણ-પશ્ચિમ ચોમાસાથી આખો દેશ કવર થઈ ગયો છે. આગામી ચાર દિવસમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાનો અંદાજ છે. દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળમાં ભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગે દિલ્હી માટે મંગળવારે યેલો એલર્ટ જાહેર કર્યું છે.
મુંબઈ-આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સોમવાર સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી મુંબઈના પૂર્વ ભાગમાં 58.6 મિમી, જ્યારે પશ્ચિમમાં 78.69 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે. અહીં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી છે. ભારે વરસાદને કારણે મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થયું છે. અમુક વિસ્તારોમાં બસ અને લોકલ ટ્રેન પ્રભાવિત થઈ છે. બપોરે 4 વાગે હાઈટાઈડનું એલર્ટ છે. BMC અને પ્રશાસને લોકોને દરિયાથી દૂર રહેવાની અપીલ કરી છે. હાઈટાઈડ દરમિયાન 4થી 6 મીટર ઊંચી લહેરો આવી શકે છે.
આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
આગામી ચાર દિવસ દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તરી ઓડિશા, એનાથી સીધા દક્ષિણ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ પર લો પ્રેશર સર્જાયું છે. એનાથી આગામી ચાર દિવસમાં મધ્ય ભારત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).